<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th July 2025

ડેડીયાપાડા પ્રાંત કચેરીમાં ATVT ની સંકલન બેઠકમાં ધારાસભ્ય અને તાલુકા પંચાયત પ્રમુખ વચ્ચે બબાલ

અસભ્યવર્તન કરી મોબાઈલ અને કાચનો ગ્લાસ ધારાસભ્યએ મને છુટ્ટો માર્યો અને લાફા ઝીંકી ગોળીમારી મારી નાખવાની ધમકી આપી : સંજય વસાવાનો આક્ષેપ: ધારાસભ્ય ચૈતર વસાવાની ડેડીયાપાડા પોલીસમાં અટકાયત કરતા જનસમર્થન એકઠું કરવા આમ આદમી પાર્ટીના નેતાઓનું આહવાન : ચૈતર વસાવાને રાજપીપલા લાવતા પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:ડેડીયાપાડા પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ATVT ની સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ડેડીયાપાડા અને સાગબારા બંને તાલુકાઓમાં વિકાસના કામોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ધારાસભ્ય ડેડીયાપાડા બંને તાલુકા પંચાયત પ્રમુખો, બંને તાલુકાના ટીડીઓ, મામલતદારો અને ATVT ના  અધિકારીઓ સાથે અન્ય કમિટી સભ્યો હાજર હતા. બેઠકમાં સભ્યો ની હાજરી ને લઈને ધારાસભ્ય રોષે ભરાયા અને મહિલા તાલુકા પંચાયત પમુખને અપશબ્દો બોલ્યા ત્યારે વચ્ચે રોકવા જતા ડેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા ને ધારાસભ્ય ચૈતર વસાવા એ અસભ્યવર્તન કરી મોબાઈલ અને કાચનો ગ્લાસ  છુટ્ટો માર્યો અને લાફા ઝીંકી ગોળીમારી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ સંજય વસાવા એ કર્યો છે અને ધારાસભ્ય સામે ફરિયાદ નોંધાવી છે. ત્યારે આ મારામારી થવા પાછળ નું મુખ્ય કારણ સભ્યોની હાજરી કે વિકાસના કામોની હાજરી એ તપાસ દરમ્યાન ખબર પડશે. જોકે આ મારામારી આધિકારીઓ વચ્ચે થઇ અને પ્રાંત અધિકારી ની ચેમ્બર માં થઇ હોય અધિકારીઓ ના જવાબો પણ લેવાશે જે મહત્વના રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે  ડેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા ને માર માર્યા અને જાનથી મારીનાખવાની ધમકી ની ફરિયાદ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. અને સંજય વસાવા ના માતા અને પરિવાર પણ પોલીસ સ્ટેશન માં દોડી આવ્યા હતા. સાથે પોલીસ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવા ને અટકાયત કરી રાજપીપળા લઇ જતા પણ આપ ના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.
સામે ધારાસભ્ય પણ પોલીસ ફરિયાદ નોંધાવવા માંગ કરી છે જયારે બીજીબાજુ જનસમર્થન એક કરવા આમ આદમી પાર્ટી એ આહવાન કર્યું છે.

 તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા એ ઘટના ની હકીકત કહેતા ધારાસભ્ય પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. જેમાં તેમણે કહ્યું કે પ્રાંત કચેરીમાં  ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એ સરકારી મીટિંગ દરમ્યાન મહિલા કર્મચારી સાથે ગેરવર્તન કરતા અને અધિકારી સાથે કામોની માંગણી કરતા મેં કહ્યું કે  સરકારી મીટિંગ દરમિયાન આવી વાત ના કરાય એવું ધ્યાન દોરતા ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી હું ધારાસભ્ય છું મને ના શિખવાડીશ તેમ કહી ને કાંચના ગ્લાસ અને મોબાઈલ છુટ્ટો મારીને કાયરતાપૂર્વક હુમલો કર્યો. પ્રાંત અધિકારી, ડેડીયાપાડા અને સાગબારાના ટીડીઓ, મહિલા કર્મચારીઓ અને સ્થાનિક આગેવાનોની હાજરીમાં આ હુમલો કર્યો.

 હાલમાં પોલીસ દેડિયાપાડા થી ચૈતર વસાવાને જીપમાં બેસાડી રાજપીપળા લાવવા નીકળતા તેમના ટેકેદારો એ જીપ ની આજુબાજુ ઘેરાવ કરી અટકાવવા પ્રયાસ કર્યો અને મોટી સંખ્યા માં ટોડા જીપ પાછળ પણ દોડ્યા હતા. પોલીસ ચૈતર વસાવા ને ગજપીપળા લાવ્યા બાદ આગળ શું કાર્યવાહી કરે છે એ જોવું રહ્યું.
: સામી બાજુ ચૈતર વસાવા અરજી આપી :

ચૈતર વસાવાએ દેડિયાપાડા પો.સ્ટે. માં આપેલી અરજી માં જણાવ્યા મુજબ અમો અહિંના ચુંટાયેલા ધારાસભ્ય હોય અમોને સામે વિશ્વાસમા લીધા વગર છ સભ્યોનો સમાવેશ કરવામાં આવેલ જે રદ કરવામાં આવે ફરી કમીટી બેસી સર્વાનુમતે સભ્યો નક્કી કરવા આવે તેવુ અમે સુચવેલ હતુ. ત્યારે અચાનક સંજય આર વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ, ડેડીયાપાડાનાઓએ આ અમારા સભ્યો છે અમે નક્કી કરેલા છે અને આ કમીટીમા એમનો સમાવેશ કરી આયોજન પણ લેવુ જ પડશે અમારી સરકાર છે મીટીંગ તો થશે જ આયોજન પણ થશે તમારે જે કરવુ હોય તે કરી લો એવુ ઉગ્રતાથી જણાવતા બોલાચાલી થયેલ હતી, જે દરમ્યાન અચાનક સંજયભાઇ આર વસાવાએ મારી ફેટ પકડી કૃર્તાના બટન તોડી નાખેલ હતા તેમ જણાવ્યું હતું.

(10:01 PM IST)