News of Saturday, 5th July 2025
આરોગ્ય વિભાગના ચેકીંગમાં બહાર આવ્યું:ચોમાસુ હોવા છતા તંત્ર દ્વારા રાજપીપળામાં ક્લોરિન વગરનું પાણી અપાતા રોગચાળાની દહેશત
અર્બનની ટીમો એન્ટી લાર્વાની કામગીરી કરતા પાણીમાં ક્લોરિન ચેક કર્યું તો સહેજપણ ક્લોરિનની માત્ર નથી:પાલિકા ક્લોરિનેશન ના પ્લાન્ટ ચાલુ નહીં કરતા લોકો રોગચાળાની લપેટમાં મુકાઈ શકે છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા :હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને આ ઋતુમાં પાણીજન્ય રોગચાળો ફેલાઈ તેવી શક્યતાઓના કારણે અર્બનની ટીમો શહેરમાં એન્ટી લાર્વાની કામગીરી કરી રહી છે ત્યારે આ કામગીરી માં જાણવા મળ્યું કે શહેરમાં ક્લોરિન યુક્ત પાણી આપતું જ નથી માટે રોગચાળો ફેલાઈ શકે તેમ લાગી રહ્યું છે
મળતી વિગતો મુજબ આરોગ્ય વિભાગની અર્બન ટીમ દ્વારા રાજપીપળામાં એન્ટી લાર્વાની કામગીરી કરાઇ રહી છે જેથી ચોમાસા દરમિયાન રોગચાળો ફાટે નહીં અને લોકો સ્વસ્થ રહે પરંતુ આ ટીમના ચેકીંગમાં જોવા મળ્યું કે નગરપાલિકા દ્વારા અપાતા પીવાના પાણી માં ક્લોરિંગ ની બિલકુલ માત્રા નથી કેમ કે પાલિકા એ તેમના ક્લોરિનેશન પ્લાન્ટ ચાલુ કર્યા નથી, તો શું ક્લોરિન વિનાનું પાણી પીવડાવી તંત્ર લોકો ને રોગચાળાની લપેટમાં મૂકવા માંગે છે.? કે ક્લોરિનેશન પ્લાન્ટ બગડેલા છે.?
આરોગ્ય વિભાગ આ બાબતે નગરપાલિકાને નોટિસ આપી શકે છે. ક્લોરિનેશન પ્લાન્ટ ચાલુ કરાવી લોકો ના સ્વાસ્થ્ય સાથે ચેડા ના થાય તે દિશામાં પગલા લે તેવી લોક માંગ ઉઠી છે.
(10:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
