તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Saturday, 5th July 2025
વીજ કંપનીની કામગીરી કભી ખુશી કભી ગમ જેવી: સતત વ્યસ્ત રહેતા ફોનની ઝંઝટમાંથી છુટકારા માટે શરૂ કરેલ હેલ્પલાઇન નંબર પણ ધીમી ગતિના સમાચાર જેવો
DGVCLની સુરત વડી કચેરી દ્વારા શરૂ કરાયેલા 19123 હેલ્પલાઇન નંબર પર ફરિયાદ કરવા છતાં અઢી કલાકે લાઇટ આવી

(ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજપીપળા શહેરમાં શુક્રવારે સાંજે અઢી કલાક વીજ પૂરવઠો બંધ રહેતા લોકો કંટાળી ગયા હતા ત્યારબાદ ઘણા લોકો એ ફરિયાદ કરવા છતાં લાઇટ આવવામાં અઢી કલાક નીકળી ગયા
રાજપીપળા શહેરમાં વીજ કંપનીની કામગીરી કભી ખુશી કભી ગમ જેવી જોવા મળે છે જેમાં ભારે વરસાદમાં ખાસ વીજ પૂરવઠો બંધ થતો નથી અને અમુકવાર કલાકો સુધી લાઇટ આવતી નથી તેવું જ શુક્રવારે બન્યું
શુક્રવારે સાંજે 5.30 વાગે લાઇટ ડીમ થયા બાદ સતત ડીમ ફુલ થઈ રહી હોય એક નાગરિકે રાજપીપળા વીજ કંપની ના ફરિયાદ કેન્દ્ર ના મોબાઈલ પર ફોન કર્યા પરંતુ આ ફોન સતત વ્યસ્ત આવ્યો ત્યારબાદ હેલ્પલાઇન નંબર 19123 કે જે તાજેતરમાં સુરત વડી કચેરી દ્વારા સ્થાનિક ફરિયાદ કેન્દ્ર ના ફોન સતત વ્યસ્ત મળતા હોવાથી લોકોને ફરિયાદ કરવામાં સરળતા માટે શરૂ કરાયો છે ત્યાં આ નાગરિકે ફરિયાદ કરી, જોકે ત્યાં ફરિયાદ કરવામાં પણ ત્રણ મિનિટ લાગ્યા અને આ નાગરિકના મોબાઈલ પર ફરિયાદ નંબર નો મેસેજ પણ આવ્યો છતાં કલાક સુધી લાઇટ નહીં આવતા આ નાગરિકે વીજ કંપનીના ઇજનેર ને જાણ કર્યા બાદ અઢી કલાકે ફુલ લાઇટ આવી જેમાં જાણવા મળ્યા મુજબ જિલ્લા પંચાયત કચેરી નજીક માત્ર એક લંગરની તકલીફ હતી. માત્ર લંગરની.મામુલી તકલીફ માં અઢી કલાક નો સમય ગયો અને વડી કચેરીના હેલ્પલાઇનમાં ફરિયાદ બાદ પણ કોઈ ઝડપી કામગીરી થઈ નથી તો ફરિયાદ કેન્દ્ર અને હેલ્પલાઇન નંબરો શું માત્ર દેખાવ પૂરતા જ છે..?
(10:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
