<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th July 2025

વલસાડમાં મેઘરાજાનું રોદ્ર તાંડવઃ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અનરાધાર વરસાદ ખાબક્યો

અનેક વિસ્તારમાં વરસાદના કારણે રસ્તાઓ તેમજ સોસાયટીમાં પાણી ભરાઇ ગયાઃ લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્‍યો

અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં હવે મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. જેનાથી લોકોને હવે ગરમીમાંથી રાહત મળી રહી છે. વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. પરંતુ શહેરની વાત કરવામાં આવે તો, અનેક વિસ્તારમાં વરસાદના કારણે રસ્તાઓ તેમજ સોસાયટીમાં પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે વાહણ ચાલકો અને લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
વલસાડ જિલ્લાના અનેક તાલુકામાં ગઇકાલે એટલે કે, 05 જૂલાઇના રોજ વરસાદ નોંધાયો હતો. તે તાલુકાની યાદી નીચે પ્રમાણે છે.
    કપરાડા - 4.84 ઇંચ
    ધરમપુર - 4.49 ઇંચ
    વાપી - 3.54 ઇંચ
    ઉમરગામ - 2.64 ઇંચ
    વલસાડ - 2.44 ઇંચ
    પારડી - 2.32 ઇંચ
હવામાન વિભાગે આજે 6 જુલાઈથી 11 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અનરાધાર વરસાદની શક્યતા છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. જાણો આજે 6 જુલાઈથી 11 જુલાઈ સુધી રાજ્યના કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસશે.

(11:47 AM IST)