તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 6th July 2025
દાહોદમાં નદીના અચાનક પાણીનું સ્તર વધી જતા એક યુવાન પાણીમાં ફસાયોઃ ફાયર ટીમે જીવના જોખમ વચ્ચે રેસ્ક્યૂ ઓપરેશન હાથ યુવાનને બચાયો
લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે ભારે વરસાદ કે નદીનો પ્રવાહ વધુ હોય તે દરમિયાન નદીના પટમાં કે નજીક જવું નહીં

દાહોદઃ જિલ્લાના ભીંડોલ ગામે પ્રાણઘાતક ઘટના બને તે પહેલા વહીવટી તંત્રની સમયસર કામગીરીએ એક યુવાનનો જીવ બચાવ્યો હતો. ગામ પાસેથી પસાર થતી નદીમાં અચાનક પાણીનું સ્તર વધી જતા એક યુવાન ફસાઈ ગયો હતો. પ્રવાહ એટલો ભારે હતો કે યુવાન પોતે બહાર આવી શકે તેમ ન હતો અને ત્યાં આસપાસ હાજર લોકોએ તરત વહીવટી તંત્રને જાણ કરી હતી.
ઘટનાની ગંભીરતા ધ્યાને લઇ દેવગઢ બારીઆ નગર પાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. અને ફાયર ટીમે જીવના જોખમ વચ્ચે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું અને ભારે જહેમત બાદ યુવાનને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી.
સ્થાનિક વહીવટીતંત્ર અને ફાયર વિભાગની ઝડપી અને સંકલિત કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે ભારે વરસાદ કે નદીનો પ્રવાહ વધુ હોય તે દરમિયાન નદીના પટમાં કે નજીક ન જવાનું ધ્યાન રાખે.
(12:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
