તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 6th July 2025
વડોદરામાં આડા સંબંધની શંકાએ પતિ દ્વારા પત્નીની હત્યા
સારવારના અભાવે મોત થતા ડભોઇ પોલીસે કાર્યવાહી હાથ ધરી : મૃતક મહિલાના પતિ પ્રકાશ વસાવાની ધરપકડ

વડોદરા: વડોદરાના ડભોઇ તાલુકાના ગોઝાલી ગામે આડા સંબંધની શંકાએ પતિ દ્વારા પત્નીની હત્યા કરવાનો બનાવ બન્યો છે. પતિએ દંડા વડે બેરહેમી હાથ પગ અને બરડામાં પત્નીને માર માર્યો હતો. સારવારના અભાવે મોત થતા ડભોઇ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ગોજલી ગામના નદીવાળા ફળિયામાં રહેતા પ્રકાશભાઈ ઉર્ફે ઝીણાભાઈ રેવલભાઈ વસાવાએ પત્ની રાધા વસાવાને આડા સંબંધની શંકાએ માર માર્યો હતો. રાધા વસાવાનું મોત નીપજતા ડભોઇ પોલીસે, મૃતક મહિલાના પતિ પ્રકાશ વસાવાની ધરપકડ કરી છે.
(1:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
