<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th July 2025

અમદાવાદના મણિનગરમાં ભાઈના મીત્રોએ યુવતી સાથે મેમો ભરવાના નામે 6 લાખની કરી છેતરપિંડી

દસ્તાવેજનો દુરપયોગ કરીને ખોટી સહી કરીને કાર ઉપર લોન લઈ લીધી હતી

અમદાવાદ: શહેરના મણિનગરમાં યુવતી સાથે મેમો ભરવાના નામે 6 લાખની છેતરપિંડીનો કિસ્સો બન્યો છે. આ ઘટનાની વિગત એવી છે કે, યુવતીના ભાઈના મિત્રોને કારનો મેમો ભરવા માટે કેટલાક દસ્તાવેજ આપ્યા હતા. આ દસ્તાવેજનો દુરપયોગ કરીને ખોટી સહી કરીને કાર ઉપર લોન લઈ લીધી હતી. આમ ભાઈના મિત્રોએ કરેલ રૂપિયા 6 લાખની છેતરપિંડી અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરીને અન્ય એકની શોધખોળ શરૂ કરી છે.

(1:04 PM IST)