<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th July 2025

' આપ'ના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ બાદ ડેડીયાપાડામાં 144 કલમ લાગુ: પોલીસે શાંતિ જાળવવા કરી અપીલ

AAP અને ભાજપના નેતા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થયા બાદ ઉગ્ર બોલાચાલી મારામારીમાં પરિણમી: ડેડીયાપાડામાં AAP અને ભાજપના નેતા વચ્ચે ઘર્ષણ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે અટકાયત કરી

ભરૂચ: ગઇકાલે નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં તાલુકા સંકલનની બેઠક દરમિયાન AAP અને ભાજપના નેતા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઇ હતી. બે નેતાઓ વચ્ચેની ઉગ્ર બોલાચાલી બાદ મારામારીમાં પરિણમી હતી. ડેડીયાપાડામાં AAP અને ભાજપના નેતા વચ્ચે ઘર્ષણ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે અટકાયત કરી છે. આજે રાજપીપળા એલસીબી કચેરી ખાતે બેરીકેટ લગાવાયા હતા અને ડેડીયાપાડામાં કલમ 144 લગાવી દેવામાં આવી છે. 

 

નર્મદા પોલીસે કાયદો વ્યવસ્થા જાળવવા અપીલ કરી છે. જો કોઇ વ્યક્તિ કલમ 144નો ભંગ કરશે તો કાયદેસરની કાર્યવાહી થશે.રાજપીપલા એલસીબી ઓફિસની બહાર ચૈતર વસાવાના સમર્થકોનો જમાવડો થયો છે. નર્મદા પોલીસે એસઆરપીની એક ટુકડી રાજપીપળા એલસીબી ખાતે અને એક ટુકડી ડેડીયાપાડા ખાતે તૈનાત કરી છે. આપ સમર્થકો અને કાર્યકરોમાં ભારે રોષ હોવાથી રાજપીપલા ડેડીયાપાડા ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. આજે બપોર પછી સાંજ સુધીમાં ચૈતર વસાવાને દેડીયાપાડા કોર્ટ ખાતે હાજર કરી શકે છે. 

 

પ્રાંત અધિકારી ડેડીયાપાડા અને Dysp વિરલ ચંડાનીએ લોકોને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી છે. 4 વ્યક્તિથી વધુ લોકોને ભેગા ના થવા માટે તંત્રએ અપીલ કરી છે. ડેડીયાપાડામા 144ની કલમ લાગુ કરાતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. સમગ્ર ડેડીયાપાડા પોલીસ છાવણીમા ફેરવાયું છે. ધારાસભ્યની ધરપક્કડ બાદ આપ સમર્થકો કાર્યકરોમા ભારે રોષ જોવા મળ્યો છે. ડેડીયાપાડામા ભરેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

(1:50 PM IST)