<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th July 2025

આગામી ૬ થી ૧૩ જુલાઇએ ગુજરાતમાં વરસાદ અતિભારે વરસાદ પડવાના એંધાણઃ હવામાન વિભાગ

12 જુલાઈથી મેઘારાજાનું જોર ઘટે તેવી શકે તેવી સંભાવનાઃ આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના

અમદાવાદઃ  ગુજરાતમા હાલ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જોકે આગામી 12 જુલાઈથી મેઘારાજાનું જોર ઘટે તેવી શક્યતાઓ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે 6 જુલાઈ 2025થી આગામી 11 જુલાઈ 2025 સુધી ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે.
6 જુલાઇ 2025ના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, વડોદરા અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
7 જુલાઈ 2025ના રોજ નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, વડોદરા, આણંદ, રાજકોટ, જૂનાગઢ, જામનગર, કચ્છ, ગીર સોમનાથ, પોરબંદર સહિત અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
8 અને 9 જુલાઈ 2025ના રોજ દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે ગાંધીનગર, અમદાવાદ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, વડોદરા, કચ્છ સહિત અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
10 જુલાઈ 2025ના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, પાટણ, મહેસાણા, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી, પોરબંદર, ગીર સોમનાથ સહિત અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
11 જુલાઈ 2025ના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે સુરત, નર્મદા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, પાટણ, મહેસાણા, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી, પોરબંદર, ગીર સોમનાથ સહિત અન્ય જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

(3:55 PM IST)