<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th July 2025

આણંદમાં મહોરમ પર્વ માતમમાં છવાયોઃ કતલની રાત્રીએ તાજીયા રમતા બે યુવકોને વીજકંટર લાગતા મોત

મોહસીનખાન અને હુસેનખાન નામના બે યુવકોને વીજ કરંટ હોવાનું જાણવા મળે છે

આનંદઃ  ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે,ત્યારે કોઈપણ ઈલેક્ટ્રિક ઉપકરણોને હાથ અડાડતા પહેલા થોડું સાવધ રહેવાની પડે છે. આ દરમિયાન આણંદમાં પણ વીજ કરંટની બે યુવકના મોત થયાં છે. આણંદના ઉમરેઠ પાસેના બેચરી ગામમાં મહોરમ નિમિત્તે કતલની રાત્રીએ તાજીયા રમતાં મોહસીનખાન અને હુસેનખાન નામના બે યુવકોને વીજ કરંટ લાગ્યો હતો,જે બાદ તેમના મોત નિપજ્યાં હતાં.  નોંધનીય છે કે, તાજીયા રમતા તાજીયા વીજ વાયરને અડી જતાં બન્ને યુવક મોતને ભેટયા હતા. બેચરી ગામમાં મહોરમ પર્વ માતમમાં છવાયો હતો.


 

(4:07 PM IST)