તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 6th July 2025
વિરમગામ વિધાનસભામાં દરેક સમાજનું સામાજિક અને શૈક્ષણિક ઉત્થાન થાય તે માટે હું હંમેશા કાર્ય કરું છું : ધારાસભ્ય હાર્દિક પટેલ
૪૮ કમીજલા કોળી પટેલ સમાજ સંચાલિત કન્યા છાત્રાલયમાં ૧૦ લાખ રૂપિયાના ખર્ચે ૨૦ કિલો વૉલ્ટની સોલર પેનલના કામનું ધારાસભ્ય હાર્દિક પટેલના વરદ હસ્તે ભુમિ પૂજન કરાયું

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં ૪૮ કમીજલા કોળી પટેલ સમાજ સંચાલિત કન્યા છાત્રાલયમાં ધારાસભ્ય હાર્દિક પટેલ તરફથી ૧૦ લાખ રૂપિયાના ખર્ચે ૨૦ કિલો વૉલ્ટની સોલર પેનલના કામનું રવિવારે ધારાસભ્ય હાર્દિક પટેલના વરદ હસ્તે ભુમિ પૂજન કરવામાં આવ્યું હતું. આ સોલર પેનલના કામનું ધારાસભ્ય હાર્દિક પટેલના જન્મદિવસ નિમિત્તે ૨૦ જુલાઈના રોજ લોકાર્પણ કરવામાં આવશે.
ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું કે આ સોલર પેનલ લાગવાથી કોળી પટેલ સમાજને દર મહિને વીજ બિલની રાહત થશે અને ૩૦-૪૦ હજાર રૂપિયાની બચત થશે, આ રકમ સંસ્થાને અન્ય કાર્યોમાં ઉપયોગી થશે. હાર્દિકભાઈ પટેલ ધારાસભ્ય નહતા ત્યારે પણ બહુચરાજીમાં સ્થિત ૧૬ ગામ સોલંકી રાજપૂત સમાજની મહિલા છાત્રાલયમાં પણ ૫ લાખ રૂપિયાની સોલર પેનલ લગાવી આપી હતી. આ પ્રસંગે સમાજના આગેવાનો, સંસ્થા ટ્રસ્ટીઓ, કન્યા છાત્રાઓ તેમજ તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(5:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
