તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 6th July 2025
સાબરકાંઠામાં વરસાદી માહોલને કારણે હરણાવ નદી બે કાંઠે વહી:પોળો ફોરેસ્ટમાં ધોધ અને ઝરણા સક્રીય બન્યા
વરસાદી માહોલ વચ્ચે મીની કાશ્મીર ગણાતા પોલો ફોરેસ્ટમાં સહેલાણીઓ ઉમટી પડ્યા

સાબરકાંઠામાં વરસાદી માહોલને કારણે હરણાવ નદી બે કાંઠે વહી રહી છે. પરિણામે પોળો ફોરેસ્ટમાં ધોધ અને ઝરણા સક્રીય બન્યા છે. જ્યારે ડુંગરો તો લીલી ચાદર ઓઢીને ન બેઠા હોય તેવું લાગી રહ્યું છે. વરસાદને પગલે અહીં વનરાજી ખીલી ઉઠી છે. જ્યાં નજર પડે ત્યાં માત્ર હરિયાળી જોવા મળી રહી છે અને પાછું નાના મોટા ધોધ સક્રિય થતા નજારો કંઇક ઓર જ લાગી રહ્યો છે. લીલોતરીથી ઢંકાયેલા રસ્તા, વાદળછાયુ વાતાવરણ અને ખળખળ વહેતા પાણીનો નજારો એટલો આહ્લલાદ્દક કે અહીં કલાકોના કલાકો વિતાવો તો પણ મન ન ભરાય.
સાબરકાંઠા જિલ્લામાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ વરસાદી માહોલ વચ્ચે મીની કાશ્મીર ગણાતા પોલો ફોરેસ્ટમાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે. વનડે પિકનિક માટે જાણીતા પોલો ફોરેસ્ટમાં ટ્રેકિંગ, ફોલની મજા માણવા ઉપરાંત. સોળે કલાએ ખીલેલી અરવલ્લીની ગિરિમારઓનો નજારો પ્રવાસીઓ માની રહ્યા છે. વરસાદી માહોલમાં. ઉત્તર ગુજરાત સહિત અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહિતના સહેલાણીઓનો ભારે ધસારો પોલો ફોરેસ્ટમાં જોવા મળી રહ્યો છે.
(6:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
