<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th July 2025

સાબરકાંઠામાં સપ્તેશ્વરમાં નદી કિનારે સેલ્ફી લેતા યુવકનો પગ લપસતા પાણીના પ્રવાહમાં તણાયો

સપ્તેશ્વર સાબરમતી નદી હાલમાં બે કાંઠે : યુવાન મહેસાણા જિલ્લાના કટોસણ ગામનો

સાબરકાંઠામાં યુવક નદીમાં તણાયો છે. સપ્તેશ્વરમાં નદી કિનારે સેલ્ફી લેતા યુવકનો પગ લપસતા યુવાન પાણીના પ્રવાહમાં તણાયો છે. ફાયર બ્રિગેડ અને પોલીસે યુવાન શોધખોળ હાથ ધરી છે. સપ્તેશ્વર સાબરમતી નદી હાલમાં બે કાંઠે વહે છે. યુવાન મહેસાણા જિલ્લાના કટોસણ ગામનો હોવાનું જાણવા મળ્યું છે.

સેલ્ફીના ચક્કરમાં યુવક પાણીમાં તણાયો છે. નદી કાંઠે સેલ્ફી લઈ રહેલા યુવકનો પગ લપસતા યુવક નદીમાં પડ્યો હતો. સપ્તેશ્વર સાબરમતી નદી હાલમાં બે કાંઠે વહે છે. સપ્તેશ્વરમાં નદી કિનારે સેલ્ફી લેતા યુવકનો પગ લપસતા યુવાન પાણીના પ્રવાહમાં તણાયો છે. વારંવાર સાવચેતીના સૂચનો છતાં પ્રવાસીઓ નદી કિનારે જતા જોવા મળે છે. નદી કિનારે સેલ્ફી લેવી જીવલેણ સાબિત થઈ શકે છે.

 

 

નદી કિનારે સેલ્ફી લેવી જીવલેણ સાબિત થઈ શકે છે. આવી એક ઘટના સાબરકાંઠામાંથી સામે આવી છે. અહીં નદી કિનારે સેલ્ફી લઈ રહેલા યુવકનો પગ લપસતા તે નદીના પ્રવાહમાં તણાયો છે. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડ અને પોલીસને કરતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયા હતા. હાલ યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

 
 


 

(6:52 PM IST)