<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th July 2025

અમદાવાદમાં તાજીયા બંદોબસ્તમાં પોલીસ જવાનનું હાર્ટ એટેકથી મોત: પોલીસ બેડામાં શોકની લાગણી

ASI પ્રવિણસિંહ ખાંટને ગોમતીપુરમાં બંદોબસ્ત માટે રાખવામાં આવ્યા હતા

અમદાવાદ શહેરમાં વિવિધ જગ્યાએથી તાજીયા જુલુસ નીકળવાના હોવાથી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ બંદોબસ્તમાં એક પોલીસ જવાનનું મોત થયું છે. શહેરમાં બંદોબસ્ત પોલીસ જવાનને હાર્ટ એટેક આવતા મોત થયું છે. ASI પ્રવિણસિંહ ખાંટનું ચાલુ ફરજે મોત નીપજ્યુ છે. 

   તાજીયા બંદોબસ્તમાં પોલીસ જવાનને હાર્ટ એટેક આવતા મોત થયું છે. પોલીસ જવાનનું હાર્ટ એટેકમાં મોત થતા પોલીસ બેડામાં શોકનો માહોલ છવાયો છે. ASI પ્રવિણસિંહ ખાંટને ગોમતીપુરમાં બંદોબસ્ત માટે રાખવામાં આવ્યા હતા. જ્યા તેમને અચાનક હાર્ટ એટેક આવતા તેમનું ફરજ દરમિયાન મોત થયું છે

  શહેરમાં પોલીસ જવાનોના ચાલું ફરજમાં મોતની ઘટના સામે આવતી હોય છે. હાલ રથયાત્રામાં પણ વડાદરામાં એક પોલીસ જવાનનું ચાલું ફરજમાં હાર્ટ એટેક આવતા મોત થયું હતું. તેવામાં અમદાાવાદમાં તાજીયા જુલુસ નીકળવાના હોવાથી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ બંદોબસ્તમાં એક પોલીસ જવાનનું મોત થયું છે. શહેરમાં બંદોબસ્ત પોલીસ જવાનને હાર્ટ એટેક આવતા મોત થયું છે. ASI પ્રવિણસિંહ ખાંટનું ચાલુ ફરજે મોત નીપજ્યુ છે.

 

(7:24 PM IST)