તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 6th July 2025
દેવલીયામાં રહેતો પરિવાર મામાના ઘરે ગયો ત્યારે તેમના બંધ ઘરમાંથી રૂ.1.38 લાખના દાગીનાની ચોરી

ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના દેવલીયા ગામમાં રહેતા પરિવારના બંધ મકાનમાંથી સોના, ચાંદીના દાગીનાની ચોરી થતા ફરિયાદ આપી છે
મળતી માહિતી અનુસાર કલ્પનાબેન શૈલેષભાઇ વાળંદ (મુળ રહે.વધેલી ડુંગરી ફળિયુ, હાલ રહે.દેવલીયા સરદાર કોમ્પ્લેક્ષની પાછળ તા.તિલકવાડા જી.નર્મદા) નાઓએ આપેલ ફરિયાદ મુજબ તેઓ પરિવાર સાથે પોતાનું રહેણાંક મકાન બંધ કરી મામાના ઘરે પ્રસંગમાં બહાર ગામ ગયા હતા તે દરમ્યાન કોઈ ચોર તેમના રહેણાંક મકાનનો મુખ્ય દરવાજો લોખંડની જાળી તેમજ અંદરના ભાગે આવેલ લાકડાના દરવાજાએ મારેલ તાળાઓ તોડી મકાનમા પ્રવેશ કરી મકાનના બીજા રૂમમા આવેલ લોખંડની તિજોરીના દરવાજા તોડી તિજોરીના ડ્રોવરમાં મુકેલ (૧) સોનાની ચેઇન અંદાજે વજન ૧૦ ગ્રામ કિમત રૂ.૯૦,૦૦૦ (૨) એક સોનાનુ પેન્ડલ વજન આશરે ૨ ગ્રામ કિ.રૂ.૧૮,૦૦૦ (૩) એક જોડ ચાંદીના છડા અંદાજીત વજન ૩૦૦ ગ્રામ કિ.રૂ.૩૦,૦૦૦ જે મળી કુલ રૂપિયા.૧,૩૮,૦૦૦ ના દાગીનાની ચોરી કરી લઇ જતા તિલકવાડા પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(10:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
