તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th July 2025
ગુજરાત પોલીસ દિલ્હીથી નોઇડાની હોટલ સુધી પોહચી અને એ વ્યક્તિને ઝેર પીતા છેલ્લી ઘડીએ રોકી લીધો
પોલીસ ધારે તો શું ન કરી શકે? સન્ની દેવોલનો ઇન્ડિયન ફિલ્મનો ડાયલોગ વાસ્તવિક રીતે ઓલપાડ પોલીસે સાબિત કરી બતાવ્યોઃ વાયરલ ઘટના અંગે અકિલા સમક્ષ વિસ્તૃત વાત કરે છે પીઆઇ ચેતન જાદવ : માનવીય અભિગમ ધરાવતા સુરત રેન્જ વડા પ્રેમવીરસિંહ અને સુરત ગ્રામ્ય વડા ડીઆઇજી હિતેષ જોયસરે કહ્યું જે કરવું હોય તે કરો પણ એ બચી જવા જોઈએ અને પીએસઆઈ એ. ડી. દેસાઈ ટીમના એએસઆઇ અજયભાઈ મનુભાઇ ટીમ આખરે સ્પોટ પર પોહચી

રાજકોટ, તા. ૭: પોલીસ ધારે તો મંદિરની બહારથી ચપ્પલ પણ કોઈ ચોરી ન શકે, એવું ઇન્ડિયન ફિલ્મમાં ડીસીપી આઝાદની ભૂમિકા ભજવનાર સન્ની દેવોલ પોતાના સંવાદ દ્વારા પોલીસની અસલી શક્તિ દર્શાવતા જણાવે છે. આવા ડાયલોગને સુરત ગ્રામ્ય વિસ્તારના ઓલપાડ વિસ્તારના પીઆઇ ચેતન જાદવ ટીમ દ્વારા સાર્થક કરતા આખી ઘટના ખૂબ વાયરલ થયેલ છે, તો ચાલો આખી ઘટના અંગે વિસ્તળત વિગતો સુરત રેન્જ વડા પ્રેમવીરસિંહ અને એસપી હિતેષ જોયસરના માર્ગદર્શન હેઠળ પાર પાડનાર ટીમનું નેતળત્વ કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર ચેતન જાદવ પાસેથી.
ગુમ થયેલ વ્યક્તિ અંગેની તપાસમાં પીએસઆઇ ડી. બી. દેસાઈ ટીમ એક્ટિવ બની. ગુમ થયેલ વ્યક્તિના મોબાઈલના સી.ડી.આર.નું એનીસીસ કરતા તેનું લાસ્ટ લોકેશન દિલ્હી હોવાનું જણાયું. આથી સમય બગાડયા વગર આસી. સબ ઇન્સ્પેક્ટર અજયભાઈ મનુભાઇ ટીમ સાથે દિલ્હી પહોંચ્યા. અને એક્ઝેટ લોકેશન શોધવા એ વિસ્તારના ૧૦૦થી વધુ સીસીટીવી કેમેરા સમય બગાડયા વગર ચેક કર્યા. હવે અહીંથી આગળ વધવા માટે અમારી ટીમને મોબાઇલ નંબર મેસેજ આધારે તેના બેન્ક ટ્રાન્ઝેક્શન શોધવા જણાવ્યું, અને લાસ્ટ ટ્રાન્ઝેકશન નોઈડા હોવાથી અમારી ટીમ નોઈડા તાત્કાલિક પોહચી. અને ત્યાંથી જ્યાંથી રૂપિયા ઉપાડેલ તે એટીએમ સુધી પોહચી અને ફરી CCTV અને અન્ય ટેકિનકલ સર્વેલેન્સ આધારે તેની હોટલ સુધી પહોંચેલ તેમ અકિલા સાથેની વાતચીતમાં પીઆઇ ચેતન જાદવે જણાવેલ. હોટેલમાથી રૂમ નંબર મેળવેલ. દરમિયાન તે હોટલની અગાસીમાં હોવાનું જાણ થતા તાબડતોબ પોલીસ પોહચી અને તે હાથમાં રહેલ ઝેર પીવે તે પહેલા બચાવી લેવામાં આવેલ. માત્ર સુરત નહીં ગુજરાતભરમાંથી પોલીસની આ કામગીરીની સરાહના કરી અભિનંદન વર્ષા ચાલુ છે. આઇજી પ્રેમવીરસિંહ અને ડીઆઇજી હિતેષ જોયસર આ બન્ને સિનિયર આઇપીએસ આ માનવતાના પ્રશ્ને ખૂબ સક્રિય હોવાથી તેમને પણ તુરત જાણ કરતા સહુને બિરદાવેલ.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
