તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th July 2025
ગુજરાતમાં વરસાદની ત્રણ સિસ્ટમ સક્રિય :દરિયાકાંઠે 45થી 55 કિમીની ઝડપે પવન ફુંકાવવાની શક્યતા
આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના; નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ

અમદાવાદ : ગુજરાતમાં વરસાદની ત્રણ સિસ્ટમ એકસાથે સક્રિય બનતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. દરિયાઈ કાંઠે 45 થી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આજે અમરેલી, ભાવનગર, સુરત, તાપીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ડાંગમાં આજે યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, આણંદ, નડિયાદમાં સામાન્ય વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, પાટણ, મહેસાણા, પાલનપુર, રાજકોટ, ભાવનગર, જુનાગઢ અને સુરેન્દ્રનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
