તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th July 2025
મોટીવેશનલ સ્પીકર તરીકે જાણીતા આ લોકપ્રિય અધિકારી પોતાને આ પુસ્તકે ખૂબ પે્રરણા આપ્યાનું નિખાલસતા પૂર્વક જણાવે છે
વિશ્વની આર્ટ ગેલેરીમાં જેના ચીત્રો ગુજરાતની આન, બાન શાન વધારી રહ્યા છે, તેવા સિનિયર IPS cid ક્રાઈમના એડી. ડીજીપી અજય ચૌધરી કહે છે કે..

રાજકોટઃ તા.૭: વિશ્વભરની આર્ટ ગેલેરીમાં જેમના એબ્સ્ટેક્ટ આર્ટના ચિત્રો ગુજરાતની આન બાન અને શાન વધારી રહ્યાં છે, તેવા સિનિયર ips અને સીઆઇડી ક્રાઈમના એડિશનલ ડીજીપી તરીકે કાર્યરત અજય ચૌધરી દ્વારા થિન્ક એન્ડ ગ્રો રીચ નામના ખૂબ જાણીતા પુસ્તક અંગે પોતાના અનુભવ આધારે જે અભિપ્રાય આપવામાં આવ્યો છે, તે સાહિત્ય જગત અને સાહિત્ય પ્રેમીઓમાં ખૂબ વાયરલ બન્યો છે, અને તેની ખૂબ ચર્ચા થાય છે.
અજય ચોધરી કહે છે કે આ પુસ્તક જે એન્ડ કાર્નેગીથી પ્રેરણા મેળવી લખાયું છે.તેઓ નિખાલસતાપૂર્વક કહે છે કે, આ પુસ્તક તેમના માટે ખૂબ પ્રેરણારૂપ .બન્યું છે.
આ બાબતના સમર્થનમાં તેવો કહે છે કે, આ પુસ્તક મે પાંચ વખત વાંચ્યું છે.
૧૯૩૭માં સર્વ પ્રથમ વખત પ્રકાશિત આ પુસ્તકના સેન્ટ્રલ આઇડિયા અર્થાત્ મધ્યવર્તી વિચાર અંગે વિશેષ પ્રકાશ પાડતા જણાવે છે કે સફળતા અને સંપત્તિ સિદ્ધાંતોનું પાલન કરીને જ મેળવવી જોઈએ. યુવા પેઢી માટે ખૂબ પ્રેરણારૂપ સફળતા અને સંપતિ મેળવવાની પ્રેરણા સાથે વ્યક્તિગત વિકાસની નવી દિશાઓ ઉજાગર કરે છે.
અત્રે એ યાદ રહે કે અજય ચોધરીના ધર્મ પત્નીના વિવિધ ભાષામાં વિડિઓ સોંગ યૂ ટયુબ પર ખૂબ લોકપ્રિય છે. તેવો દેશભક્તિ, લોક સંગીત હોય કે પછી ફિલ્મી સંગીત ખૂબ સારી રીતે પે્રઝન્ટ કરવા સાથે તેમના સોશ્યલ મીડિયા રીલનો મોટો પ્રશાસક વર્ગ છે.
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
