તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th July 2025
મધરાત્રે અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ : નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
મોડી રાત્રે રાણીપ, ચેનપુર, અખબારનગર, બોડકદેવ, જજીસ બંગલોઝ, માનસી ચાર રસ્તા, વસ્ત્રાપુર, ઇસ્કો, આંબલી, બોપલ વિસ્તારમાં મેઘમહેર:વટવામાં અઢી ઈંચથી વધુ વરસાદ વરસ્યો

અમદાવાદમાં મોડી રાત્રે વિવધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ધોધમાર વરસાદને પગલે પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મોડી રાત્રે કોતરપુર વિસ્તારમાં સૌથી વધુ 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
મોડી રાત્રે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા વિઝિબલિટી ઘટી ગઇ હતી. જેના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મોડી રાત્રે રાણીપ, ચેનપુર, અખબારનગર, બોડકદેવ, જજીસ બંગલોઝ, માનસી ચાર રસ્તા, વસ્ત્રાપુર, ઇસ્કો, આંબલી, બોપલ વિસ્તારમાં મેઘમહેર થઇ હતી. જેમાં વટવામાં અઢી ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.
24 કલાકમાં શહેરના કોતરપુરમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. કોતરપુરમાં 3 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. જ્યારે વટવામાં અઢી ઈંચથી વધુ, નરોડા, મેમ્કોમાં 2 ઈંચથી વધુ, વાસણા, રાણીપમાં 2 ઈંચ, નિકોલ, રામોલ, કઠવાડા, ઓઢવ, વિરાટનગર, ઉસ્માનપુરા, ચાંદખેડા, દુધેશ્વર, રાયખડમાં દોઢ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.બોડકદેવ, સાયન્સ સિટી, ગોતા, ચાંદલોડિયામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.
(2:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
