News of Monday, 7th July 2025
ચૈતર વસાવાને છોડવામાં નહીં આવે તો જન આક્રોશ રેલી યોજશું: ધારાસભ્ય અનંત પટેલે આપી ચીમકી
તેમણે કહ્યું અમે તેમની સાથે છીએ અને જ્યાં સુધી અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા જે પણ લડશે અમે તેની સાથે રહીશું.

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે ત્યારે વાંસદા વિધાનસભાના ધારાસભ્ય અનંત પટેલે ચૈતર વસાવાની ધરપકડને ગેરકાયદે ગણાવી છે. તેમણે કહ્યું કે આવનારા દિવસોમાં જો તેમને છોડવામાં ન આવે તો અમે જન આક્રોશ રેલી અને ન્યાય યાત્રા જેવી રેલી કરતા અચકાઈશું નહીં.
ધારાસભ્ય અનંત પટેલએ જણાવ્યું હતું કે ચૈતર વસાવાની જે રીતે ધરપકડ કરવામાં આવી છે ગેરકાયદેસરની રીતે ધરપકડ કરવામાં આવી છે.
જયારે તેની ધરપકડ કરવામાં આવી ત્યારે કોઈ અરજી કે ફરિયાદ લોન્ચ કરવામાં આવી ન હતી અને એમણે જયારે ફરિયાદ સામે પક્ષે કરવામાં આવી ત્યારબાદ એમની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડને પડકારવી જોઈએ. અમે આ પ્રકારની ધરપકડનો ઘેરો વિરોધ કરી છીએ. મારા સાથી ધારાસભ્યને સમર્થન આપી છીએ.
આવનારા દિવસોમાં જો એને છોડવામાં ના આવે તો અમે જન આક્રોશ રેલી અને ન્યાય યાત્રા જેવી રેલી કરતા અચકાઈશું નહીં. અમે તેમની સાથે છીએ અને જ્યાં સુધી અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા જે પણ લડશે અમે તેની સાથે રહીશું.
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
