તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 7th July 2025
સુરત મહાનગરપાલિકાની પાલતુ શ્વાનના રજીસ્ટ્રેશનના નિયમ મામલે પીછેહઠ
પાલતુ શ્વાનની નોંધણીની કામગીરી હાલ પુરતી સ્થગિત :શ્વાન માલિકો, પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના સભ્ય અને મનપા કમિશનરની બેઠક બાદ નિર્ણય લેવાયો

સુરત મહાનગરપાલિકાએ, પાલતુ શ્વાનના રજીસ્ટ્રેશન અંગે પડોશીઓ અને સોસાયટી કે ફ્લેટના ચેરમેનની એનઓસી માંગી હતી. આના કારણે સુરત મહાનગરપાલિકા સમગ્ર દેશમાં વગોવાયું હતું. જેના પગલે, આખરે સુરત મહાનગરપાલિકાએ પાલતુ શ્વાનના રજીસ્ટ્રેશનના નિયમ મામલે પીછેહઠ કરી છે. સુરતમાં પાલતુ શ્વાનની નોંધણીની કામગીરી હાલ પુરતી સ્થગિત કરાઈ છે.
શ્વાન માલિકો, પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના સભ્ય અને મનપા કમિશનરની બેઠક બાદ આ નિર્ણય લેવાયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. શહેરમાં થતા સતત વિરોધ બાદ હવે નિયમનો અભ્યાસ કરવામાં આવશે. એનિમલ વેલ્ફેરના નિયમોને ધ્યાનમાં લઈને જ નવો નિયમ બનાવવામાં આવશે તેમ પણ સુરત મનપાએ જણાવ્યું છે.
(9:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
