<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th July 2025

રૂપિયા 29 લાખ આપીને કબૂતરબાજીથી પણ વિદેશ નહિ જઈ શકતા વિજાપુરના યુવાને કર્યો આપઘાત

રણાસણના યુવાને ઝેરી દવા ગટગટાવીને આપઘાત કર્યો: . વિજાપુર પોલીસે ફરિયાદના આઘારે, આરોપી શખ્સની ધરપકડ કરી

મહેસાણા : લાખો રૂપિયા આપીને વિદેશ જવાની ઘેલછામાં એક યુવાને આત્મ હત્યા કરી લીધી છે. વિજાપુરના રણાસણ ગામના યુવાને કબૂતબાજીથી વિદેશ જવા માટે રૂપિયા 29 લાખ મોતીપુરાના યુવાનને આપ્યા હતા. આ યુવાને વિદેશ ના મોકલ્યો કે રૂપિયા પણ પરત ના આપતા, વિદેશ જવાની ઘેલછા ધરાવનાર રણાસણના યુવાને ઝેરી દવા ગટગટાવીને આપઘાત કર્યો છે. જાપુરના મોતીપુરાના પટેલ ધાર્મિક સુરેશભાઈ નામના શખ્શ વિરુદ્ધ  ફરિયાદ નોંધાઈ છે. વિજાપુર પોલીસે ફરિયાદના આઘારે, આરોપી શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(9:18 PM IST)