<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th July 2025

ખેડામાં ચાંદીપુરા વાયરસનો કહેર; ૨ બાળકોના વાયરસથી મોત

આરોગ્ય વિભાગ એક્શન મોડમાંઃલોકોમાં ક્યાંકને ક્યાંક હવે આ વાયરસને લઈને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે

ખેડા,તા.૭

ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસે હવે કહેર વર્તાવ્યો છે.  અત્યાર સુધીમાં અહીંયા ૩ જેટલા કેસો નોંધાયા છે. જેથી અહીંના લોકો માટે ચાંદીપુરા વાયરસ હાલ એક ચિંતાનો પ્રશ્ન બની ગયો છે. સૌથી હચમચાવનારી વાત તો એ છે કે ૩ બાળકો પૈકી ૨ બાળકોના ચાંદીપુરા વાયરસથી મોત થયાં છે. આ વાયરસને લઈને હાલમાં આરોગ્ય તંત્ર પણ એક્ટિવ મોડમાં આવી ગયું છે. લોકોમાં ક્યાંકને ક્યાંક હવે આ વાયરસને લઈને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

બાળકોના મોતને લઈને હવે આરોગ્ય તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને સર્વે કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં ખેડામાં કુલ ૩ ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા છે. જે પૈકી હાલ ૨ બાળકોના મોત થયાં છે. બાળકોના મોતને લઈને તેઓના પરિવારમાં પણ હાલ શોકનો માહોલ છવાઈ ગયો છે. જોકે હવે આ વાયરસને લઈને આરોગ્ય વિભાગ એક્શનમાં આવી ગયું છે અને લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. ખાસ કરીને ચાંદીપુરા વાયરસને કારણે બાળકોના ડોક્ટરને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લામાં હાલ માતા-પિતામાં ખાસ કરીને આ વાયરસને લઈને ભય જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળ્યો હતો. આ વાયરસને કારણે લોકોને ઘણી સમસ્યાઓ રહેતી હોય છે. ત્યારે આ વખતે ફરી ખેડામાં આ વાયરસે કહેર મચાવ્યો છે. જોકે હાલ આરોગ્ય વિભાગ એક્શનમાં આવી ગયું છે. ખાસ કરીને માટીવાળા ઘરોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

(9:35 PM IST)