News of Wednesday, 9th July 2025
ખેડૂતોના ૭-૧૨ના ઉતારા સાથે મોબાઇલ-આધાર લિન્ક કરી રેકર્ડમાં ફેરફારની જાણ SMSથી કરાશે
મહેસૂલ વિભાગની ઉપયોગી શરૂઆતઃ એક કરતા વધુ જમીન માલિક હોય તો તમામને માહિતી મળશે

અમદાવાદ તા.૯: રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા જે ખેડૂતો રજિસ્ટ્રીમાં આધાર નંબર સાત બારના ઉતારા સાથે લિન્ક કરાવી મોબાઈલ નંબરની જાણકારી આપશે તેમને તેમના જમીનના રેકર્ડમાં કોઈપણ ફેરફાર થશે તો તેની જાણકારી તેમને એસએમએસ એલર્ટથી અપાય તેવી પધ્ધતિ શરૂ કરવામાં આવી છે. તેના કારણે જમીનને લગતો કોઈપણ પ્રકારનો ફેરફાર તેમની જાણ બહાર થઈ શકશે નહીં. એક કરતા વધુ વ્યક્તિ ખેતીની જમીનના માલિક હોય અને તે દરેકના મોબાઇલ નંબર અને આધારનું લિકિંગ સાત બારના ઉતારા સાથે કરાશે તો કોઈ એક તેમાં ફેરફાર કરાવશે તો પણ તેની માહિતી તમામને મળશે. તો જમીન એનએ કરાવવામાં આમ કોઈ કિસ્સામાં જાણ બહાર કૌભાંડ કરીને રેકર્ડમાં ફેરફાર કરાવાતો હોય તો તે પણ અટકી શકશે.
મહેસૂલ વિભાગ દ્વારા જમીનને લગતી અનેક કામગીરી ઓનલાઈન કરવામાં આવી રહી છે. તેમાં ખેડૂતોને માટે વધુ એક ઉપયોગી પધ્ધતિ તાજેતરમાં અમલી બનાવાતા તેનો ફાયદો ખેડૂતોને અનેક રીતે મળી શકશે. અત્યાર સુધી ખેડૂતોને કેન્દ્ર સરકાર દ્વારા અપાતી કિસાન સન્માન નિધિ કે અન્ય માહિતીની જાણકારી આ રીતે અપાતી હતી તેમાં વધુ સુવિધા ઉમેરવામાં આવી છે.
ફાર્મર રજિસ્ટ્રીમાં સાત બારના ઉતારાની સાથે મોબાઈલ અને આધાર નંબરનું લિકિંગ કરાતા જમીનમાં થતી છેતરપિંડી પણ અટકી શકશે. મહેસૂલ વિભાગ દ્વારા ખેડૂતોને આ માટે જાણકારી આપવાની શરૂઆત કરાઈ છે. ઈ-ધરા કેન્દ્ર ઉપર ખેડૂત જાતે જઈને આ કામગીરી કરાવી શકશે.
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
