તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th July 2025
વિચિત્ર ચોરી ! તસ્કરો લાખોની કિંમતનાં વિદેશી ‘પોપટ' ચોરી ગયા
દુકાનમાંથી ૧૫.૧૮ લાખની કિંમતનાં ૧૧ પોપટ, ૩ પિંજરા, ૨૪ હજાર રોકડની ચોરી

અમદાવાદ, તા.૯: અમદાવાદનાં વેજલપુર વિસ્તારમાં એક વિચિત્ર ચોરીની ઘટના બની છે. દુકાનની શટર તોડીને તસ્કરો લાખો રૂપિયાની કિંમતનાં વિદેશી પોપટની ચોરી કરી ફરાર થયા છે. તસ્કરોએ દુકાનમાંથી ૧૫.૧૮ લાખની કિંમતનાં ૧૧ પોપટ, ત્રણ પિંજરા અને રૂપિયા ૨૪ હજાર રોકડની ચોરી કરી ફરાર થયા હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. આ મામલે વેજલપુર ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદનાં વેજલપુર વિસ્તારમાં અલ સુગરા નામથી દુકાન આવેલી છે, જ્યાં વિદેશી પોપટની ચોરી થઈ હોવાનો બનાવ બન્યો છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તસ્કરોએ દુકાનનું શટર તોડીને દુકાનમાંથી વિદેશી પ્રજાતિનાં ૧૧ પોપટ, ત્રણ પિંજરા અને રૂપિયા ૨૪ હજાર રોકડની ચોરી કરી હતી અને પછી ફરાર થયા હતા. તસ્કરો ઓસ્ટ્રેલિયન અને આફ્રિકન પ્રજાતિનાં પોપટ ચોરી કરી ગયા હોવાનું જાણવા મળ્યું છે.
દુકાનમાંથી તસ્કરો ૧૫.૧૮ લાખની કિંમતનાં પોપટ સહિત અન્ય મતાની ચોરી કરી ગયા હોવાની ફરિયાદ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. દુકાનમાં લાગેલા CCTV માં દેખાય છે કે રાતનાં સમયે એક શખ્સ કારમાંથી ઉતરીને દુકાન તરફ આવે છે. આ સીસીટીવીનાં આધારે પોલીસે ચોરોને શોધી કાઢવાની કાર્યવાહી હાથ ધરી છે.(
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
