<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th July 2025

પોલીસ દ્વારા વકીલો સાથેના અપમાનજનક વર્તન

અંગે મુખ્‍યમંત્રીને બાર કાઉન્‍સીલ દ્વારા રજુઆત કરાશે

રાજકોટ તા. ૯: અધિવક્‍તાઓ અને પોલીસદળ વચ્‍ચે વધતા જતા સંઘર્ષના બનાવો બાબતે રજુઆત માટે બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતના પ્રતિનિધિમંડળને રૂબરૂ મુલાકાત આપવા બાબતે બાર, કાઉન્‍સીલ દ્વારા મુખ્‍યમંત્રીની મુલાકાત માટે પત્ર પાઠવેલ છે.

ઘણા સમયથી ગુજરાતમાં ગુજરાતના પ્રજાજનો વતી ન્‍યાય માટે લડતા અધિવક્‍તાઓ ઉપર હુમલાના પ્રસંગો ગુજરાતમાં બન્‍યા છે. તેમજ પોલીસ અધિકારીઓ, પોલીસદળ દ્વારા ગુજરાતના વિવિધક્ષેત્રોમાં વકીલો સાથે અપમાનજનક વર્તન બનવાના બનાવો બન્‍યા છે. અધિવક્‍તાઓ અને પોલીસદળ પોતપોતાની ફરજો અદા કરે છે.,પરંતુ ઘણા બનાવોની અંદર પોલીસ દ્વારા ન્‍યાયની અદાલતોમાં ગુજરાતના પક્ષકારો વતી લડતા વકીલોને અપમાનિત થવાના બનાવો બન્‍યા છે.

સમગ્ર ગુજરાતના બાર એસોસીએશનની રજૂઆતો બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાત સમક્ષ આવી છે. બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતની વિનંતી છે કે આ ગંભીર સમસ્‍યાને લઇ સદભાવના મુલાકાત કરવા માંગીએ છીએ.તેથી આ સદભાવના બેઠકમાં માનનીય કાયદામંત્રીશ્રી, ગુજરાત સરકાર તથા  ગળહમંત્રીશ્રી, ગુજરાત સરકાર તેમજ સંબંધિત પોલીસ અધિકારીઓ ઉપસ્‍થિત રહે જેથી સમસ્‍યાની લંબાણપૂર્વક ચર્ચા કરી શકીએ.

તાજેતરમાં, સમગ્ર ગુજરાતના વકીલોના પ્રોટેશન (રક્ષણ) નો મહત્‍વનો સવાલ ઉભો થયો છે. બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતની મંત્રીશ્રીને આ રજૂઆતને ધ્‍યાને લઇ તાત્‍કાલિક સદભાવના મુલાકાત માટેનો સમય ફાળવવા વિનંતી કરી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ધારાસભ્‍ય અને વકીલ ગોપાલ ઇટાલીયાને કોર્ટમાં જતાં પોલીસે રોકયા હતાં. 

(1:07 PM IST)