News of Wednesday, 9th July 2025
સુરતનું ચકચારી ડબ્બા ટ્રેડિંગ કૌભાંડ ૧૨૦૦ કરોડના આંક પર પહોંચવાની તૈયારીઓ
મૂળ સૌરાષ્ટ્રના વતની એવા ૮ માસ્ટર માઇન્ડની સંડોવણીવાળા રાજ્યના સૌથી મોટા કૌભાંડ પૈકીના આ તપાસમાં ED, IT તુરંત ડોકિયું કરશે, વાયરલ news ની તપાસ પર પીઆઇ અતુલ સોનારા અકિલા સમક્ષ પ્રકાશ પાડે છે : સીપી અનુપસિંહ ગેહલોતની શંકા સાચી ઠરી..upi id સાથે વધુ ૮૭ ખાતા મળી આવ્યા, ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ ચાલતી તપાસમાં sog પીઆઇ ટીમ દ્વારા જબ્બર નેટવર્કના તાર ખોલાયા

રાજકોટ, તા.૯: ગુજરાત અને દેશના સુરતમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા પર્દાફાશ થયેલ ડબ્બા ટ્રેડિંગ કૌભાંડનો આંક ૧૨૦૦ કરોડ સુધી પહોંચી જાય તો નવાઈ નહિ, તેમ સુરતના પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત અને ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ જેમની ટીમે આખા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે તેવા પીઆઈ અતુલ સોનારાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે.
અત્રે એ યાદ રહે કે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા સુરતના મોટા વરાછા વિસ્તારમાં ડેવલપર્સ કંપનીની આડમાં ચાલતા આ નેટવર્ક ખૂબ જહેમત બાદ પકડી પાડ્યું છે.
અકિલા સાથેની વાતચીતમાં પોલીસ ઇન્સ્પેક્ટર અતુલ સોનારાએ જણાવેલ કે, આ મામલામાં પોલીસ કમિ‘ર અનુપમસિંહ ગેહલોત દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરવા ચોક્કસ સોર્સ અંતર્ગત મળેલ માહિતી અંગે સૂચના આપતા ૬૦૦ યુપીઆઈ id અને વિશેષ ૮૭ ખાતા મળી આવ્યા છે. દરમિયાન આ અધધ રકમના કૌભાંડ સંદર્ભે ઇન્કમટેક્સ સાથે ED ને પણ જાણ કરતાં વિશેષ ટીમો સુરત આવશે. અત્યાર સુધીની તપાસમાં આ આંક ૯૭૭ કરોડને વટાવી ચૂકયો છે. પોલીસ દ્વારા ૩૦ જૂનના આ નેટવર્ક છિન્ન ભિન્ન કરવા વિશેષ ઓપરેશન હાથ ધરેલ અને આરોપી તરીકે ઓફિસના સંચાલક એવા પિતરાઈ ભાઈ નંદલાલ ઉર્ફે નંદો ગેવરીયા અને વિશાલ ઉર્ફ વિક્કી સહિત ૮ની ધરપકડ કર્યાનું પીઆઇ અતુલ સોનારા દ્વારા જણાવાયું છે. આરોપીઓના સૌરાષ્ટ્ર કનેક્શન મોટા પ્રમાણમાં ખુલવા પામેલ છે. આરોપી નંદલાલ ગેવરીયા, વિશાલ ગેવરીયા, જયદીપ પીપરીયા, ભાવિન હીરપરા, નવનીત ગેવરીયા, બકુલ તરસરીયા આ ૭ આ તમામ મૂળ અમરેલી જિલ્લાનાં છે. જ્યારે ભાવેશ કિહલા બોટાદ પંથકનો છે. મોડસ ઓપરેન્ડી, હાઈપ્રોફાઈલ જીવન શૈલી જીવવા માટે આ કામના પકડાયેલ આરોપીઓ વોન્ટેડ સહ આરોપી સાથે મળી એકબીજાના મેળાપીપણામાં સમાન હેતુ પાર પાડવાના ઈરાદે ગુનાહિત પુર્વ આયોજીત કાવતરૂ રચી સોફટવેર ડેવલોપર્સ થકી Castilo 9 તથા Stock grow વિગેરે શેરમાર્કેટ ટ્રેડીંગ લગત વેબ ડેવલોપ કરાવી અલગ અલગ સોશીયલ મિડીયા પ્લેટ ફોર્મ થકી શેરમાર્કેટમાં ટ્રેડીંગ અંગેની જાહેરાતો આપી અપાવડાવી અલગ અલગ ગ્રાહકોને વિશ્વાસમાં લઈ ગ્રાહકો ઉભા કરી ગ્રાહકોને યુઝર આઈ.ડી અને પાસવર્ડ આપી ગેરકાયદેસર રીતે ડેવલોપ કરેલ વેબ સોફટવેર થકી ગ્રાહકોને લોભામણી સ્કીમ આપી રોકડમાં તેમજ ઓનલાઈન મારફતે રોકાણ કરાવી શેરમાર્કેટ ટ્રેડીંગ થકી છેતરપીંડી કરીતેમજ પ્રતિબંધિત BETFAIR.COM, NEXON EXCH.com PAVANEXCH, ENGLISH 999 વિગેરે વેબ સોફટરવેર થકી યુઝર આઈ.ડી અને પાસવર્ડ આપી ક્રિકેટ, ટેનીશ, ફુટબોલ વિગેરે સ્પોર્ટ લગત તેમજ કસીનો ગેમીંગ રમાડી મસમોટી રકમો પડાવી/મેળવી સાહેદ/ભોગબનનારના જાણબહાર ખોલેલ બેંક અકાઉન્ટમાં ઉપરોકત ગેરકાયદેસરની પ્રવળતિઓના પૈસા જમા કરી કરાવડાવી ઉપાડી આ મેળવેલ રકમ અલગ અલગ જગ્યાઓ ઉપર ઈન્વેસ્ટ કરી ગંભીર ગુનાને અંજામ આપતા હતા. તેમ પોલીસ ઇન્સ્પેક્ટર અતુલ સોનારાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે.
(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
