News of Wednesday, 9th July 2025
ધરમપુરનો માન નદી પરનો 50 વર્ષ જૂનો બ્રિજ જર્જરિત : તાત્કાલિક રિપેરિંગ કરવા કરાઈ માગ
વાપીથી શામળાજીને જોડતો આ હાઈવે પરથી મહારાષ્ટ્ર તેમજ ગુજરાતને અન્ય જિલ્લામાં જવા માટે ટ્રાન્સપોર્ટ વાહનો ઉપયોગ કરે છે

વલસાડ જિલ્લાના ધરમપુરથી પસાર થતો નેશનલ હાઈવે 56 પરનો માન નદીનો કરંજવેરી ગામનો બ્રિજ અંદાજિત 50 વર્ષ પહેલા બન્યો હતો, જે વાપીથી શામળાજીને જોડે છે. તેમજ આ હાઈવે પરથી મહારાષ્ટ્ર તેમજ ગુજરાતને અન્ય જિલ્લામાં જવા માટે ટ્રાન્સપોર્ટ વાહનો ઉપયોગ કરે છે, જે બ્રિજ અત્યંત જર્જરિત થવા આવ્યો છે
થોડા દિવસો પહેલા આ બ્રિજ પર બોકારું પણ પડ્યું હતું અને હાલ આ બ્રિજ પર ખાડા પણ પડ્યા છે, ભારે વાહનો માટે આ બ્રિજ છેલ્લા 10 દિવસથી બંધ છે, ત્યારે બ્રિજ નીચે વૃક્ષો ઉગી નીકળ્યા છે. તેમજ નીચે પણ ખરાબ થયો છે. તેમજ બ્રિજની રેલિંગ પણ જર્જરિત થઈ છે, સ્થાનિક તાલુકા પંચાયત અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ 2019થી લેખિત રજુઆત કરી રહ્યા છે, છતાં અધિકારીઓનું પેટનું પાણી હલતુ નથી, ત્યારે લોકોની એજ માગ છે કે બ્રિજ બાબતે તંત્ર જાગે એની જાળવણી કરે અને સુધારો કરે અને ચકાસણી કરીને બ્રિજનું રીપેરીંગ કામકાજ શરૂ કરે.
(7:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
