<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th July 2025

બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪માં ૩૬૧૪ ઉમેદવારો તા.૧૩ જૂલાઈ સુધી શાળા પસંદગી કરી શકશે

વિગતવાર સૂચનાઓ વેબસાઇટ https://www.gserc.in/ પર પ્રસિદ્ધ કરાઈ :

ગાંધીનગર : ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ હસ્તકની બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૦૯ જૂલાઈ ૨૦૨૫ના રોજ Provisional Merit List-2 (PML-2) જાહેર કરવામાં આવ્યું છે. PML-2 માં સમાવિષ્ટ ઉમેદવારો તા.૦૯ જૂલાઈ ૨૦૨૫ થી તા.૧૩ જૂલાઈ ૨૦૨૫ના રોજ રાત્રે ૧૧.૫૯ કલાક સુધી કુલ ૩૬૧૪ ખાલી જગ્યાઓ પર શાળા પસંદગી કરી શકશે. જે અંગે વિગતવાર સૂચનાઓ વેબસાઇટ  https://www.gserc.in/  પર પ્રસિદ્ધ કરવામાં આવી છે.

Provisional Merit List-2 (PML-2) માં સમાવિષ્ટ ઉમેદવારોએ નિયત સમયમર્યાદામાં મહત્તમ શાળાઓની પસંદગી કરવાની રહેશે. સમયમર્યાદામાં ઓનલાઈન શાળાની પસંદગી ન આપનાર તથા ઓછી પસંદગી આપવાના કારણે ઉમેદવાર ભરતી પ્રક્રિયામાંથી બાકાત થશે તો તે અંગેની સંપૂર્ણ જવાબદારી ઉમેદવારની રહેશે એમ ગુજરાત રાજ્ય શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

 

(7:31 PM IST)