News of Wednesday, 9th July 2025
રસ્તા પર ગંદકી બદલ ચાંદખેડા-રાણીપ સહિતના વિસ્તારના ૧૨ એકમ સીલ કરાયા
રૃ. ૯૬ હજારનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો ઃઆગામી દિવસોમાં પણ કોર્પોરેશનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કડક કાર્યવાહી ચાલુ રાખવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે

અમદાવાદ,તા.૯
કોર્પોરેશનના પશ્ચિમ ઝોન સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા જાહેર માર્ગો પર ગંદકી કરતા ૧૨ એકમોને સીલ મારી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ બદલ ૨૮૯ યુનિટ ચેક કરી ૨૫૨ યુનિટને નોટિસ આપી રૃ. ૧.૨૨ લાખનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં પણ કોર્પોરેશનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કડક કાર્યવાહી ચાલુ રાખવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પશ્ચિમ ઝોન સોલેડી વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ગંદકી તથા ન્યુસન્સને લઈને તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. જેમાં રાત્રિ દરમિયાન સ્ક્વોર્ડ બનાવી પશ્ચિમ ઝોનના જુદાજુદા વિસ્તારોમાં ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન ૨૮૯ યુનિટ ચેક કરી ૨૫૨ યુનિટને ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગે નોટિસ આપી રૃ. ૧.૨૨ લાખનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. જ્યારે જાહેર માર્ગો પર ગંદકી- ન્યુસન્સ કરતા ૧૨ એકમો સીલ કરી તેમની પાસેથી રૃ. ૯૬ હજારનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.
કોર્પોરેશન દ્વારા જે યુનિટ સીલ કરવામાં આવ્યા તેમાં નારણપુરામાં શુભમ કિરાણા સ્ટોર, બેસ્ટ ડેરી, પાલડીમાં બીજલ સ્ટોન, સ્ટેડિયમમાં ડિલેવરી લિમીટેડ, એસ.એસ. પસ્તી ભંડાર, સાબરમતીમાં આદિનાથ પુજન સામગ્રી, ચાંદખેડામાં મારૃતિ ઈલેક્ટ્રીક્લ્સ એન્ડ હાર્ડવેર, ધ ઝોરીએન સ્ટુડીયો ફેમિલી સલુન, રામદેવ કિરાણા સ્ટોર, રાણીપમાં જસ્ટ ચોઈસ રાખડી, મા ભવાની ફાસ્ટફુડ તથા દેવ નારાયાણ પસ્તી ભંડારને સીલ કરવામાં આવી છે.
(10:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
