તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th July 2025
રાજકોટ, સુરત સહિત ૨૦૦૦ મેડિકલ સ્ટોર પર નશાકારક સીરપ શોધવા સઘન ચેકીંગ
ગાંધીનગરમાં ગૃહમંત્રી અને મુખ્ય પોલીસ વડા વિકાસ સહાયની નિશ્રામાં યોજાયેલ ટોચના પોલીસ અધિકારીઓની બેઠકમાં ઘડાયેલ રણનીતિનો અમલ કરવા ભારે ધમધમાટ : સુરતમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ ૬ ડીસીપી, ૧૨ એસીપી, ૩૬ પીઆઇ, ૪૦ પીએસઆઇ સહિત કાફલો ઉતાર્યો છેઃ sog પીઆઇ અશોક ચોધરી સાથે અનિલની વાતચીત : ડાયમંડનગરીમાં ૩૩૩થી વધુ મેડિકલ સ્ટોર ફંગોળાયાઃ ૯૩થી વધુ બોટલ મળી, ઝુંબેશ યથાવત ચાલુ જ રહેવાની છેઃ ટોચના અધિકારીઓ દ્વારા જાહેરાત

રાજકોટ, તા. ૧૦: ડ્રગ્સ સહિતના નશાની ગર્તામાં યુવા પેઢીને ધકેલાતી રોકવા તાજેતરમાં ગાંધીનગર ખાતે ગ્રહ મંત્રી હર્ષભાઈ સંઘવી અને મુખ્ય પોલીસ વડા વિકાસ સહાયની આગેવાની હેઠળની બેઠકમાં થયેલ નિર્ણય મુજબ રાજકોટ, સુરત અને અમદાવાદ સહિત રાજ્યભરમાં બે હજારથી વધુ મેડિકલ સ્ટોર પર નશાકારક સીરપ અંગે ચેકિંગના ધમધમાટ વચ્ચે લોકોના સહયોગથી નો ડ્રગ્સ ઈન સુરત અભિયાન ચલાવતી સુરત પોલીસનો કાફલો સુરત શહેના વિવિધ મેડિકલ સ્ટોર પર પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત અને જોઇન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વસ્તની સૂચના અનુસાર ત્રાટકી રહ્યો છે.
સુરત શહેરમાં ૬ ડીસીપી, એક ડઝન એસીપી , ૩૬ પીઆઇ, ૪૦ પીએસઆઇ તથા પોલીસ સ્ટાફ મેદાને પડયાનું એસઓજી પીઆઇ અશોક ચીધરીએ અકિલાને જણાવ્યું છે.
તેમજ સુરત શહેર એસ.ઓ.જી. દ્વારા ફુડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને સાથે રાખી ટ્રેપ ગોઠવી પૂણા વિસ્તારમાંથી આશાપુરા મેડીકલ માંથી કોડીન સિરપની કુલ-૯૩ બોટલ કબ્જે કરી ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી ધરવામાં આવી છે. તેમજ અમરોલી વિસ્તારમાં અમરોલી પોલીસ દ્વારા ક્રિષ્ના મેડીકલમાં રેઇડ કરી ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી ધરવામાં આવી છે. તથા સુરત શહેર વિસ્તારમાં સુરત શહેર પોલીસ દ્વારા કુલ-૩૩૩ થી વધુ મેડીકલ સ્ટોર પર ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતું.
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
