તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 10th July 2025
ગંભીરા બ્રિજ દુર્ઘટનાઃ મૃત્યુઆંક વધીને ૧૫ થયોઃ હજુ ૪ લોકો લાપતા
ગઈકાલે આણંદ-વડોદરા વચ્ચે મુજપુર નજીક મહીસાગર નદી પરનો ગંભીર બ્રિજ તૂટી પડયો હતો

વડોદરા, તા.૧૦: આણંદ જિલ્લાના મુજપુર પાસે મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં ચારથી વધુ વાહનો નદીમાં ખાબકયા હતા. આ બનાવમાં અત્યાર સુધીમાં ૧૫ લોકોના મોત થયા છે, જ્યારે ૩ લોકોને રેસ્કયૂ કરીને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. હજુ પણ ૪ લોકોની શોધખોળ શરુ છે.
ગંભીરા પુલ ધરાશાયી થવાની ઘટના અને બચાવ કામગીરી અંગે વડોદરા કલેક્ટર અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે, આજે વધુ ત્રણ મળતદેહ મળી આવતાં મળત્યુઆંક ૧૫ થયો છે. ૪ લોકો હજુ પણ ગુમ છે. NDRF અને SDRF ૪ કિમી નીચેથી શોધ અને બચાવ કામગીરી ચલાવી રહ્યા છે. સ્થળ પર બે વાહનો કાદવમાં ફસાયેલા છે. અમે લોકો પાસેથી તે વાહનો વિશે માહિતી લઈ રહ્યા છીએ. વરસાદ પડી રહ્યો છે અને નદીનું પાણીનું સ્તર વધી ગયું છે.
પુલ પરથી લટકતી ટ્રક વિશે અનિલ ધામેલિયાએ કહ્યું, તે ખાલી ટેન્કર છે. જો આપણે તેને હલાવીશું તો તે પડી શકે છે. ટેન્કરને સ્થિર કરવાની પ્રક્રિયા ચાલુ છે અને પુલ નીચે બચાવ કામગીરી ચાલી રહી છે.
૪૫ વર્ષ જુનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો ગઈકાલે સવારે વડોદરા જિલ્લાના પાદરા અને આણંદના ગંભીરા વિસ્તારોને જોડતો એક બ્રિજ તૂટી પડ્યો હતો. આ બ્રિજ મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્ર જતા વાહનો માટે મુખ્ય માર્ગ રૂપે ઉપયોગમાં લેવાતો હતો. PM મોદીએ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતા મળતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
