News of Thursday, 10th July 2025
કાલે ભુજમાં લોકોના મનની વાત જાણવા વિકાસ સહાયનું આગમન
સરહદી વિસ્તારમાં લોકોએ શું શું કાળજી રાખવી, શકમંદ લોકોની હિલચાલ અંગે પોલીસને ઝડપથી કેવી રીતે જાણકારી આપવી તેનું માર્ગદર્શન પણ પૂરૂ પાડશે : મુખ્ય પોલીસ વડા લોકોના પ્રશ્નો બોર્ડર રેન્જ આઇજીની ઓફિસ પર સાંભળશે, તડામાર તૈયારીઓ

રાજકોટ, તા.૧૦: જેમની નિર્વિવાદ કારકિર્દી, સ્વચ્છ છબી વિગેરે બાબતો ધ્યાનમાં રાખી વડાપ્રધાનના અધ્યક્ષસ્થાને મળેલ મિટિંગમાં નિવળતિ બાદ ૬ માસનું એક્સ્ટેન્શન્સ રાજ્ય સરકારની તાકીદની દરખાસ્ત આધારે આપવામાં આવ્યું છે તેવા મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય એક્ટિવ મોડમાં આવ્યા છે.
કાલે સરહદી વિસ્તાર કચ્છ ભુજની સતાવાર મુલાકાત લેશે. પોતાની આ મુલાકાત સમયે સરહદી વિસ્તારના લોકો સાથે સીધા કનેક્ટ થઈ તેમના મનની વાત સાંભળી, તેમની સમસ્યા જાણશે. મુખ્ય પોલીસ વડા કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ, પાકિસ્તાન સરહદની નજીક તથા ભૂતકાળમાં જે રીતે દુશ્મન દેશના જાસૂસ પકડાયેલ હોવાથી લોકોને ખૂબ જાગળત રહેવા, શંકાસ્પદ ગતિવિધિ જણાએ પોલીસને કેવી રીતે જાણ કરવી તેનું માર્ગદર્શન આપશે. લોકોના પ્રશ્નો તેવો હરીપર રોડ પર આવેલ બોર્ડર રેન્જ વડાની ઓફિસ પર સાંભળનાર છે વિકાસ સહાય દ્વારા આ બાબતે ટ્વીટ કરી પણ જાણકારી આપી છે.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
