News of Thursday, 10th July 2025
ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિના સભ્યોએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમની મુલાકાત લીધી
વિધાનસભાની ખાતરી સમિતિના સભ્યો કિરીટસિંહ રાણા, હાર્દિક પટેલ, કિરીટસિંહ ડાભી, સુખાજી ઠાકોર, કિરીટ પટેલ અને ભગાભાઈ બારડે મુલાકાત લીધી

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : "એક ભારત, શ્રેષ્ઠ ભારતના શિલ્પી એટલે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ. ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિના સભ્યો સાથે ભારતના અભિમાન સમાન સ્ટેચ્યૂ ઓફ યુનિટી ( એકતા નગર ) અને સરદાર સરોવર ડેમની મુલાકાત લીધી. ઐતિહાસિક વિરાસતને પૂર્ણ સન્માન આપવાનું કામ કરનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, નામી-અનામી ઇજનરો તથા નાનામાં નાના મજૂરોને દિલને સલામ" આ શબ્દો છે વિરમગામ માંડલ દેત્રોજ અને નળકાંઠા મત વિસ્તારના ધારાસભ્ય હાર્દિક પટેલના. ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિના સભ્યો કિરીટસિંહ રાણા, હાર્દિક પટેલ, કિરીટસિંહ ડાભી, સુખાજી ઠાકોર, કિરીટ પટેલ અને ભગાભાઈ બારડે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ( એકતા નગર ) અને સરદાર સરોવર ડેમની મુલાકાત લીધી હતી.
વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મુકેલ માહિતી મુજબ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ખાસ વાતો
•આ સ્મારક સરદાર સરોવર બંધની સામે 3.2 કિલોમીટર દૂર નર્મદા નદીમાં આવેલા સાધુ બેટ પર ભરૂચ નજીક સ્થિત છે. તેનો વિસ્તાર 20 હજાર ચોરસમીટર છે. અહીં 12 ચોરસ કિમીમાં કૃત્રિમ તળાવ પણ બનાવવામાં આવ્યાં છે, જેમાં તળાવ નંબર ત્રણમાં સી પ્લેન સેવા શરૂ કરાશે. સરદારની મૂર્તિની ઊંચાઈ 182 મીટર છે, જેમાં 157 મીટર પ્રતિમાની અને પૅડસ્ટલની 25 મીટર ઊંચાઈ સામેલ છે. આ પ્રતિમા ભૂકંપના ઝોન-3 વિસ્તારમાં બનાવેલી છે ત્યારે પ્રતિમાના કદ અને વજનને નજરમાં રાખી ભૂકંપ ઝોન-4 પ્રમાણે ડિઝાઈન કરાઈ છે.
•આ મૂર્તિના નિર્માણમાં પર્યાવરણ સુરક્ષાનું ધ્યાન રાખીને સરદાર સરોવર બંધને નુકસાન ન થાય એની કાળજી રાખી 45 મીટર ખનન કરીને પછી 60 ફૂટ પહોળી આરસીસી રિટેઇનિંગ ઈનિંગ વોલ બાંધવામાં આવી છે. તેના ઊંડાણને લગભગ 12 ફૂટ ઊંચા કોંક્રીટથી ભરીને રાફ્ટ પ્રકારની બુનિયાદ બનાવીને પછી એના પર આખી પ્રતિમા બનાવાઈ છે.
•રાષ્ટ્રીય અખંડતાના શિલ્પી સરદાર વલ્લલભભાઈ પટેલના નામ સાથે સાકારિત આ ડ્રીમ પ્રોજેક્ટનો જશ શરૂથી લઈ આખર સુધી નરેન્દ્ર મોદીનો કહેવાય તેમ છે, કારણ કે જ્યારે આ પ્રોજેકટ એક વિચાર તરીકે રજૂ થયો ત્યારે ખૂબ જ વિરોધ થયો હતો અને વિપક્ષો દ્વારા હાંસી ઊડાવાઈ હતી. ત્યારે અડગ મનોબળ અને પ્રબળ રાજકીય ઈચ્છાશક્તિને લઈને મોદી તેમાં આગળ વધ્યા હતા એ નજરાણું આજે વિશ્વભરમાં સૌથી ઊંચા સ્ટેચ્યૂ તરીકે ભારતનું મસ્તક પણ ઉન્નત બનાવી રહ્યું છે.
•નર્મદા ડેમથી 5 કિમીના અંતરે સ્થિત સાધુબેટ પર સાકાર થયેલો આ પ્રોજેક્ટ 7 ઓક્ટોબર 2010થી શરૂ થયો હતો અને 2018માં લોકાર્પિત પણ થઈ ગયો. તેમાં નરેન્દ્ર મોદીની સતત ચાંપતી નજર અને પ્રબળ ઈચ્છાશક્તિ પણ કારણભૂત છે. 20 હજાર ચોરસમીટર વિસ્તારમાં 12 કિમીના પરિઘમાં બનેલો આ ડ્રિમ પ્રોજેક્ટ ધરતી પર ઊતારવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્ર્સ્ટને જવાબદારી સોંપવામાં આવી હતી. પ્રોજેક્ટના આરંભે બૂર્જ ખલિફા પ્રોજેક્ટના મેનેજર માઈકલ ગ્રેવ્ઝ એસોસિએટ અને મીન હાર્થા કન્સોર્ટિયમ દેખરેખ રાખતા હતા અને તેનો પ્રારંભિક અંદાજ રૂ. 2063 કરોડ અંદાજવામાં આવ્યો હતો.
•સરદારની પ્રતિમા માટે જરૂરી લોખંડ અને અન્ય સાધનો માટે મોદીએ દેશના ખેડૂતો પાસે ટહેલ નાંખી હતી અને દેશના 6 લાખ ગામડાંઓમાંથી ત્રણ મહિનાની ઝૂંબેશમાં 5 હજાર મેટ્રિક ટન આયર્ન ભેગું થયું હતું. પાંચ લાખથી વધુ ખેડૂતોએ દાન આપ્યું હતું. આથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી નામ સાર્થક બની ગયું હતું. 31 ઓક્ટોબર 2014ના દિવસથી મૂર્તિનું બાંધકામ શરુ કરવામાં આવ્યું હતું. આ ડ્રીમ પ્રોજેક્ટ મૂર્તિની સાથે મનોરંજન પાર્ક, સંશોધન કેન્દ્રો, કન્વેન્શન સેન્ટર, પતંગિયા પાર્ક સહિતના ઘણાં આકર્ષણો ધરાવે છે. જેના લીધે દેશવિદેશના લાખો લોકો અહીં મુલાકાત લે છે. એક અંદાજ પ્રમાણે પહેલાં વર્ષમાં જ 25 લાખથી વધુ લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવી ચૂક્યા છે.
•આ પ્રોજેક્ટે ટૂરિઝમને પ્રોત્સાહન આપ્યું તેમ જ આસપાસના વિસ્તારોમાં રોજગારી વધારવાનું પણ કામ કર્યું છે. સરદાર પટેલના 138માં જન્મદિવસે 2013માં મૂર્તિનો પાયો નાંખનાર તરીકે ત્યારે મુખ્યપ્રધાન મોદી હતાં અને તે બની ગયાં પછી 2018માં લોકાર્પિત કરનાર પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ હતા.
(5:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
