News of Thursday, 10th July 2025
અમદાવાદ જિલ્લામાં માર્ગ મકાન વિભાગે હાથ ધરેલા સર્વેમાં 15 બ્રિજ સલામત: 3 ક્ષતિગ્રસ્ત હોવાનો ખુલાસો
નદી ઉપરના 3 માંથી 2 સ્થળે હાઇલેવલ બ્રિજ બનાવવાની કામગીરીને સરકારની મંજૂરી આપી

અમદાવાદ : રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના સર્વેમાં અમદાવાદ જિલ્લાના 15 બ્રિજ સંપૂર્ણ સલામત હોવાનો અહેવાલ સોંપવામાં આવ્યો છે. અમદાવાદ જિલ્લામાં આવતા તમામ બ્રિજનો, ચોમાસા પૂર્વે જ પ્રિ મોન્સૂન સર્વે રિપોર્ટ સુપરત કરાયો હતો. આ રિપોર્ટમાં જિલ્લાના 3 બ્રિજ મધ્યમ ક્ષતિગ્રસ્ત હોવાનો ઉલ્લેખ કરાયો છે. નદી ઉપરના 3 માંથી 2 સ્થળે હાઇલેવલ બ્રિજ બનાવવાની કામગીરીને સરકારની મંજૂરી આપી છે. એ સિવાય 3 માંથી 1 બ્રિજના સ્થળે હાઇ લેવલ બ્રિજ બનાવવાની પ્રક્રિયા મંજૂરી હેઠળ છે.
અમદાવાદ જિલ્લામાં કુલ 18 બ્રિજ આવેલા છે, જેમાંથી 16 મેજર અને 2 માઇનોર બ્રિજ છે. જેમાંથી 4 રેલવે લાઇન ઉપરથી પસાર થાય છે. નદી ઉપર બનાવાયેલા 4 મેજર અને 1 માઇનોર બ્રિજ 50 વર્ષ અને તેથી જૂના હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે
(9:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
