<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

બ્રિજ ઇન્સ્પેક્શન કમિટીનો ચોકાવનારો રિપોર્ટ:અમદાવાદમાં 5 બ્રિજ જોખમી : ખૂબ જ ખરાબ હાલતમાં હોવાનો ઉલ્લેખ

અમરસિંહ ચૌધરી અસારવા બ્રિજ પુઅર અને ક્રિટિકલ હાલત હોવાનું કેટલીક જગ્યા પર ખૂબ જ જર્જરીત હોવાનો ઉલ્લેખ કરાયો

અમદાવાદ : બ્રિજ ઇન્સ્પેક્શન કમિટીનો ચોકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. અમદાવાદમાં 5 બ્રિજ જોખમી હાલતમાં છે. બ્રિજ ઇન્સ્પેક્શન કમિટીએ 5 બ્રિજ જોખમી અને ખૂબ જ ખરાબ હાલતમાં હોવાનો ઉલ્લેખ કર્યો છે. અમરસિંહ ચૌધરી અસારવા બ્રિજ પુઅર અને ક્રિટિકલ હાલત હોવાનું કેટલીક જગ્યા પર ખૂબ જ જર્જરીત હોવાનો ઉલ્લેખ કરાયો છે

   સુભાષ બ્રિજ આરસીસી સ્લેબ પુઅર કન્ડિશનમાં હોવાનું જણાવ્યું છે. મહાત્મા ગાંધી જૂનો બ્રિજ ઓવરઓલ બ્રિજની હાલત ખરાબ છે. મહાત્મા ગાંધી નવો બ્રીજ સુપર સ્ટ્રક્ચર અને સબ સ્ટ્રાક્ચરની હાલત ખરાબ છે. કેડીલા જૂનો બ્રિજ ક્રિટિકલ અને ખૂબ જ ખરાબ સ્થિતિમાં હોવાનું જણાવ્યું છે.

(9:58 PM IST)