તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th July 2025
મેડિકલોમાં તપાસને લઈને કેમિસ્ટ એસો.ના પ્રમુખનો વિરોધ
દવાઓનું વેચાણ બંધ કરવાની ચીમકી આપીઃગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશનના પ્રમુખ રજનીકાંત ભારતીય દ્રારા પોલીસની કામગીરીને બિરદાવવામાં આવી હતી

અમદાવાદ,તા.૧૦
ગુજરાતમાં નશાકારક દવાઓનો ઉપયોગ અને ગેરકાયદે દવાઓના વેચાણ રોકવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજ્યભરના તમામ મેડિકલ સ્ટોર પર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
મેડિકલોમાં તપાસને કેમિસ્ટ એસો. પ્રમુખે બળાપો કાઢ્યો છે. પોલીસની કાર્યવાહીનો જશુ પટેલે વિરોધ નોંધાવ્યો છે. જસુ પટેલે કહ્યું અમે દવાઓ વેચવાની બંધ કરી દઈશું. ડોક્ટર અને દર્દીઓને દવાઓ નહીં મળે તો તેની જવાબદારી સરકારની સરકારની રહશે.
ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશનના પ્રમુખ રજનીકાંત ભારતીય દ્રારા પોલીસની કામગીરીને બિરદાવવામાં આવી હતી. તેમજ જનતાના આરોગ્યને હિતમાં નશાનો વેપાર કરતા મેડીકલ સ્ટોર્સ વિરુદ્ધ ઈતિહાસની સૌથી મોટી ડ્રાઈવ ચલાવવાની ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પોલિસ વડા વિકાસ સહાયની સરાહનીય કામગીરીને બિરદાવવામાં આવી છે. મેડિકલો માં કઈ ખોટું નથી થતું તો જસુ પટેલને તપાસનો ડર કેમ છે.
રાજ્યમાં આ ચેકિંગનો મુખ્ય હેતુ દવાઓનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ, પ્રતિબંધીત દવાઓનું વેચાણ અને સંગ્રહ ખોરોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. મેડિકલોમાં તપાસ થતા કેમિસ્ટ એસો.ના પ્રમુખનો બળાપો બહાર આવ્યો છે. પોલીસ તપાસ બંધ કરાવવા સરકારનું નાક દબાવવા પ્રયાસ કર્યો છે. ડોક્ટર અને દર્દીઓને દવાઓ નઈ મળે તો તેની જવાબદારી સરકારની
(10:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
