તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 10th July 2025
આગામી 1થી 7 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમના મહામેળો :અરવલ્લીની ગીરીમાળાઓ ફરીથી 'બોલ મારી અંબે જય જય અંબે'ના નાદથી ગુંજશે
ભાદરવી પૂનમ મહામેળા-2025ના સંદર્ભે કલેક્ટર મિહિર પટેલે બેઠક યોજી :યાત્રિકોની સલામતી, ક્રાઉડ મેનેજમેન્ટ, સ્વચ્છતા, સેનિટેશન, આરોગ્ય અને પીવાના પાણી પર જિણવટભર્યું આયોજન કરવા સૂચન

બનાસકાંઠા: આગામી 1થી 7 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમના મહામેળાનું આયજન કરવામાં આવનાર છે. ત્યારે અરવલ્લીની ગીરીમાળાઓ ફરીથી 'બોલ મારી અંબે જય જય અંબે'ના નાદથી ગુંજશે. આજરોજ ભાદરવી પૂનમ મહામેળા-2025ના સંદર્ભે કલેક્ટર મિહિર પટેલે બેઠક યોજી હતી. યાત્રિકોની સલામતી, ક્રાઉડ મેનેજમેન્ટ, સ્વચ્છતા, સેનિટેશન, આરોગ્ય અને પીવાના પાણી પર જિણવટભર્યું આયોજન કરવા સૂચન કરવામાં આવ્યું છે
દર વર્ષે લાખો ભક્તો માઁ અંબાના દર્શને આવે છે જેમની સુવિધા માટે બેઠકમાં વિશેષ ચિંતન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સુરક્ષાને લઈને બનાસકાંઠા SPએ પણ સૂચનો આપ્યા છે. અંબાજી મંદિરના વહીવટદારને પણ સુવિધા માટે સુચારુ આયોજન કરવા જણાવ્યું છે.
(10:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
