<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

વિરમગામ, માંડલ, દેત્રોજ-રામપુરા ત્રણ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ ના હોદ્દેદારોએ ગુરુપૂર્ણિમા નિમિત્તે વિવિધ આશ્રમો ખાતે સંત મહંતોના આશીર્વાદ મેળવ્યા

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામ, માંડલ, દેત્રોજ-રામપુરા ત્રણ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ ના હોદ્દેદારો દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે ત્રણ તાલુકા પંથકમાં આવેલ પંચમુખી હનુમાન મંદિર ખાખી બાપુ ગુરુગાદી વિરમગામ, શેર બાલા હનુમાન આશ્રમ, ખંભલાઈ માતા મંદિર માંડલ, કડવાસણ ઝાળી ગુરુગાદી, રામ મહેલ મંદિર વિરમગામ, પુરુષોત્તમ લાલજી મહારાજ ની જગ્યા વનથળ, ભાણ સાહેબ ની જગ્યા કમીજલા સહિત વિવિધ ધાર્મિક સ્થાનો ની ગુરુગાદીએ દર્શન કર્યા.
 જેમાં ત્રણ તાલુકા બ્રહ્મ સમાજ પ્રમુખ મનુભાઈ મહેતા સહિત, દિલીપભાઈ ઉપાધ્યાય, વિરલભાઇ દવે, નિલેશભાઈ ઉપાધ્યાય,જયદિપભાઇ પાઠક, મુકેશભાઈ દવે, ધર્મેન્દ્રભાઈ રાવલ, ધર્મેન્દ્રભાઈ જોશી સહિત બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા,તેમજ શેર ગામે બાલા હનુમાનજી આશ્રમ ખાતે વંદનીય પરમ પૂજ્ય રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજી દ્વારા ગુરુપૂર્ણિમા કાર્યક્રમ અંતર્ગત તમામ ઉપસ્થિત બ્રહ્મબંધુઓને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા, વિરમગામ રામ મહેલ મંદિર ના મહંત રામકુવરદાસજી ના આશીર્વાદ લીધા, વનથળ ગામે પ્રગટ પુરુષોત્તમ લાલજી મહારાજના આશ્રમ ખાતે વંદનીય ભાર્ગવ લાલજી મહારાજ ની મુલાકાત સહિત કમીજલા ગામે ભાણ સાહેબ ની જગ્યામાં મહંત જાનકીદાસ બાપુ ના આશીર્વાદ લીધા હતા.
ત્રણ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ ના પ્રમુખ મનુભાઈ મહેતા (જય ભગવાન) સહિતના બ્રહ્મબંધુઓ દ્વારા
ત્રણ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ ના મહા સંમેલન સહિત વિવિધ આગામી કાર્યો બાબતે ગુરુ મહારાજો સાથે ચર્ચા વિચારણા કરી. પ્રમુખ મનુભાઈ મહેતા ને પરમ પૂજ્ય રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજી, મહંત રામકુવરદાસજી,પરમ પૂજ્ય ભાર્ગવ લાલજી મહારાજ તેમજ મહંત જાનકીદાસ બાપુ દ્વારા બ્રહ્મ સમાજના કોઈપણ કાર્યક્રમ નીસંકોચ તેઓના આશ્રમ ખાતે કરવા આમંત્રણ આપ્યું હતું. ત્રણ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ ના સભ્ય કિશનભાઇ રાવલ ની નાદુરસ્ત તબિયત ને લઈને નાનાઉભડા ખાતે બ્રહ્મ સમાજના સભ્યોએ મુલાકાત લીધી હતી.

(11:24 PM IST)