<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

વ્યારા ખાતે સુમુલના એમડી અને ચેરમેનના વિરોધમાં બેનર સાથે રેલી નીકળી: પદ પરથી હટાવવા કરી માગ

રાજુ પાઠકનું જૂથ સક્રિય થઈ સુમુલના બે ડિરેક્ટરની આગેવાનીમાં રેલી કાઢી આવેદન અપાયું

સુરત: સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે આશિર્વાદરૂપ સુમુલ ડેરીની ચૂંટણી નજીક આવતા રાજકીય માહોલ ગરમાયો છે. જેમાં રાજુ પાઠકનું જૂથ સક્રિય થઈ સુમુલના બે ડિરેક્ટરની આગેવાનીમાં રેલી કાઢી આવેદન અપાયું હતું. જેમાં ચેરમેન અને એમડીને પદ પરથી હટાવવાની માગ કરતા બેનર સાથે રેલી નીકળી હતી.

તાપી જિલ્લાના પશુપાલકોની લાઈફલાઇન ગણાતી સુમુલ ડેરીમાં ચૂંટણી નજીક આવતા રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે. આજે જિલ્લાના વ્યારા ખાતે અંબાજી નાકાથી પશુપાલકોએ સુમુલના ડિરેક્ટર કાંતિ ગામીત અને સુનીલ ગામીતની હાજરીમાં રેલી કાઢી કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું. જેમાં સુમુલ ડેરીના ચેરમેન અને એમડીને પદ પરથી હટાવોના બેનરો સાથે રેલી કાઢવામાં આવી હતી. પશુપાલકોને અન્યાય થતો હોવાના કારણે અલગ અલગ મુદ્દાને આવરી લઈ રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

(11:40 PM IST)