News of Friday, 11th July 2025
સુરતના ભાઠા ગામમાં ધુમાડાથી ગૂંગળાઈ જતાં બે મહિલા સહીત ત્રણ લોકોના મોત
જનરેટર ચાલુ રહી જતાં તેનો ધુમાડો સમગ્ર રૂમમાં ફેલાઈ ગયો:રૂમમાં રહેલા ત્રણ લોકોને ઘુમાડાથી થયેલી ગૂંગણામણના કારણે તેમનું મોત નીપજ્યું

સુરતના ભાઠા ગામમાં ધુમાડાથી ગૂંગળાઈ જતાં ત્રણ લોકોના મોત નીપજ્યાં હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે. જનરેટર ચાલુ રહી જતાં ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો. જેના કારણે ગૂંગળાઈ જવાથી એક પુરુષ અને બે મહિલાના મોત નીપજ્યાં છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો પહોંચ્યો છે અને આગળી કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, સુરતમા ભાઠા ગામ આવેલું છે. જ્યાં એક દુઃખદ ઘટના બની હતી. જનરેટર ચાલુ રહી જતાં તેનો ધુમાડો સમગ્ર રૂમમાં ફેલાઈ ગયો હતો. જેના પગલે રૂમમાં રહેલા ત્રણ લોકોને ગૂંગણામણ થઇ હતી અને ઘુમાડાથી થયેલી ગૂંગણામણના કારણે તેમનું મોત નીપજ્યું હતું. મૃતકોમાં બે મહિલા અને એક પુરુષ છે. બનાવની જાણ આસપાસના લોકોને થતાં તેમણે બનાવ અંગે પોલીસને કરી હતી.
બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. મૃતદેહોને પીએમ અર્થે ખસેડવાની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ત્રણ લોકોના મોત નીપજતાં ગામમાં શોકની લાગણી છવાઈ છે. મામલે વધુ તપાસ કરી રહી છે અને જનરેટર ચાલુ રહી જવાના કારણો શોધી રહી છે. આ ઘટનાએ જનરેટરના ઉપયોગ દરમિયાન કેટલી કાળજી રાખવી જોઈએ તે અંગે પણ સવાલ ઉભા કર્યા છે.
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
