News of Friday, 11th July 2025
૨૦ વર્ષ, ૨૮ વર્ષથી વોન્ટેડ આરોપી સાથે ૧૦ વર્ષથી વોન્ટેડ ૩૧ આરોપી રાજ્ય બહારથી PCBએ પકડી વિક્રમ સર્જ્યો છે
વોન્ટેડ આરોપીને પોલીસ વર્ષો પછી ભૂલતી નથીઃ આરોપીના દિલો દિમાગમાં આ મંત્ર કોતરાવવાની રણનીતિ સીપીએ તૈયાર કરી, જે સફળતાની ચરમસીમા પર છે, સુરત પીઆઇ આર. એસ. સુવેરા વાયરલ અભિયાનની ભીતરી કથા અકિલા સમક્ષ વર્ણવી : ૨૦ વર્ષથી વોન્ટેડ આરોપી તેલગાણા રાજ્યના એક ગામના હતો જ્યાં અમારી ટીમના ASI જનાર્દન શર્મા અને દિપકભાઈ નરસીભાઈની બાતમી આધારે આખું વર્ક આઉટ કરી વિશેષ ટીમે ઓપરેશન પાર પાડયું

રાજકોટ, તા. ૧૧: નો ડ્રગ્સ ઈન સુરત સાથે તમામ પ્રકારના ગુનેગારોમાં સજ્જડ ધાક બેસાડવા સાથે ગુન્હો કર્યા પછી કોઈ આરોપી ગમે તેટલો સમય વોન્ટેડ રહે પણ તે પકડાયા વગર સુરત પોલીસ નિરાંતનો શ્વાસ લેતી નથી એવું ગુનેગારોના દિલો દિમાગમાં અંકિત થાય તે માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા જોઇન્ટ સીપી રાઘવેન્દ્ર વસ્તને સાથે રાખી તમામ ડીસીપી ઓ સાથે ચર્ચા કરી એક રણનીતિ ઘડી છે, જેની મહત્વની જવાબદારી અને સંકલન જેમના હસ્તક છે તેવા પીસીબી પીઆઇ આર. એસ. સુવેરાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવી તેના કેવા અદભુત પરિણામ આવ્યા છે, તેના દૃષ્ટાંત દ્વારા પૂરવાર કર્યું છે.
પોલીસ ઇન્સ્પેક્ટર આર એસ. સુવેરાએ જણાવેલ કે અમારી પીસીબી ટીમે પણ પોલીસ કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ છેલ્લા ૨૦ વર્ષથી વોન્ટેડ આરોપીને પકડી પાડયો છે.
ઉકત બાબતે વિશેષમાં જણાવેલ કે આ આરોપી સુરતના મહિધરપૂરામાં મર્ડર કરી ગુજરાતથી માઇલો દૂર તેલગાણા રાજ્યના વારંગ જીલ્લાના નિઝામપલ્લી ગામે હોવાની બાતમી અમારા એએસઆઇ જનાર્દન શર્મા દિપકભાઈ નરશીભાઈને મળતા તેમણે આખી બાબત અમારા સમક્ષ મૂકી હતી. આ બાબતે અમોએ સીપી સમક્ષ મૂકી અને ઊંડી તપાસ આદરતા બાતમી ખરી હોવાનું માલૂમ પડતા એએસઆઇ જનાર્દન શર્મા , દિપકભાઈ, હસમુખભાઈ અને અશોકભાઇ વિગેરેની ટીમ રવાના કરેલ.બે દિવસ સુધી ગામમાં ભૂખ તરસ ભૂલી ગામમાં ફરી અંતે ઝડપી લીધેલ છે.
થોડો સમય પહેલા અમારી ટીમે લિંબાયત વિસ્તારના લુંટ અને હત્યાના ૨૮ વર્ષથી વોન્ટેડ આરોપીને ઉતર પ્રદેશ ધમરોળી દિલ્હીથી ઝડપી લીધેલ. પીસીબી સ્ટાફ દ્વારા ટૂંકા ગાળામાં ૧૦ વર્ષથી વધુ સમયથી વોન્ટેડ ૩૧ આરોપીઓને જેમ ગુજરાત બહાર હતા તેમને ઝડપેલ છે , કમિશનરશ્રીની કસોટીમાંથી અમારી ટીમ ફુલ્લી પાસ થાય પોલીસ કમિ‘ર દ્વારા તમામે તમામને બિરદાવ્યા છે.

(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
