<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th July 2025

રાજકોટમાં ર૮૭ સહિત એસટી નિગમમાં બપોર બાદ નવા ર૩૦૦થી વધુ કંડકટરોને નોકરીના ઓર્ડરો અપાશે

પાણી પુરવઠામાં પણ ઓર્ડરો અપાશે મુખ્‍યમંત્રી તથા ગૃહમંત્રીના હસ્‍તે એનાયત થશેઃ બપોરબાદ મહાત્‍મા મંદિર ખાતે કાર્યક્રમો

રાજકોટ, તા. ૧૧: રાજકોટ એસટી ડીવીઝનના ર૮૭ સહિત આજે એસટી નિગમના કંડકટર કક્ષાના ૨૩૨૦ ઉમેદવારોને નિમણુંક પત્ર એનાયત કરતો અત્‍યંત મહત્‍વનો કાર્યક્રમ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ અને ગળહ રાજ્‍યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્‍થિતિમાં બપોરે ૪ાા વાગ્‍યાથી ગાંધીનગર ખાતે યોજાયો છે. રાજકોટમાં નવા ર૮૭ કંડકટરો જોઇન્‍ટ થશે.

નિગમના કંડકટર કક્ષાના ૨૩૨૦ ઉમેદવારોને નિમણૂક પત્ર અપાશે. આ ઉપરાંત પાણી પુરવઠા વિભાગના ઉમેદવારોને પણ નિમણૂકપત્ર અપાશે. નિમણુક આપવા પાત્ર ઉમેદવારનું મેરીટ યાદી વેબસાઇટ પર અપલોડ બાદ હવે નિમણુંક અપાતા ઉમેદવારોને ખુશી ફેલાઈ છે.

ગુજરાત એસટી વિભાગ દ્વારા અગાઉ ૨,૩૨૦ પોસ્‍ટ માટે કંડકટરની ભરતી માટે પરીક્ષા લેવામાં આવી હતી. જે ભરતી માટેના ઉમેદવારનું પ્રથમ મેરીટ લિસ્‍ટ સત્તાવાર વેબસાઈટ ઉપર મૂકવામાં આવ્‍યું હતું, અને હવે આજે બપોર બાદ ઓર્ડરો અપાઇ રહયા છે.

આ કાર્યક્રમ ગાંધીનગર મહાત્‍માં મંદિર ખાતે યોજાયો છે, રાજકોટથી ડિવીઝનલ નિયામકશ્રી કલોતરા પણ પોતાના નવા ર૮૭ કંડકટર માટે ખાસ દોડી ગયા છે.(૬.૧૩)

(3:14 PM IST)