News of Friday, 11th July 2025
અન્ન સંતૃપ્તિ અભિયાનઃ રાજકોટ શહેર-જીલ્લાના પર૯ લાભાર્થીઓને NFSA રેશનકાર્ડનું વિતરણ
પૂરવઠા મંત્રી કુંવરજીભાઇ-બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન સહિતના આગેવાનોની ઉપસ્થિતિ

રાજકોટ તા. ૧૧ : ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં, આજે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘અન્ન સંતળપ્તિ અભિયાન' હેઠળ રેશન કાર્ડનો વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આત્મીય યુનિવર્સિટી ઓડીટોરિયમ ખાતે સવારે ૧૦ વાગ્યાથી અરજદારોને રેશનકાર્ડ વિતરણ કરાયા હતા.
ઉલ્લેખનીય છે કે, ‘અન્ન સંતળપ્તિ અભિયાન' હેઠળ ગંગાસ્વરૂપા બહેનો, વળદ્ધો, નિરાધાર અને દિવ્યાંગ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ / એન.એફ.એસ.એ. રેશન કાર્ડનું વિતરણ કરાશે. જેમાં પડધરી તાલુકાના ૭ લાભાર્થીઓ, રાજકોટ તાલુકાના ૩૯, લોધીકા તાલુકાના ૨૬, કોટડાસાંગાણી તાલુકાના ૨૬ લાભાર્થીઓ, જસદણ તાલુકાના ૩૩, ગોંડલ તાલુકાના ૨૦ , જામકંડોરણા તાલુકાના ૭૧ે, ઉપલેટા તાલુકાના ૧૫ , ધોરાજી તાલુકાના ૨૦ , જેતપુર તાલુકાના ૧૦ , વિંછીયા તાલુકાના ૦૫, ઝોનલ-૧ના ૬૨ , ઝોનલ-૨ના ૭૫ , ઝોનલ-૩ના ૫૦ અને ઝોનલ-૪ના ૭૦ લાભાર્થીઓ મળી કુલ ૫૨૯ લાભાર્થીઓને રેશનકાર્ડ અપાયા હતા. આ તકે મેયર નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, રામભાઈ મોકરીયા અને કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્યો ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, જયેશભાઈ રાદડીયા, દુર્લભજીભાઈ દેથરિયા, રમેશભાઈ ટીલાળા, ગીતાબા જાડેજા, જીતુભાઈ સોમાણી ઉપરાંત કલેકટર, ડીએસઓ, પુરવઠાના અન્ય અધીકારીઓ, મામલતદારો, સીટી પ્રાંત-૩ વિમલ ચક્રવર્તી વિગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. (૯.ર૩)
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
