<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th July 2025

આમોદથી જંબુસરને જોડતો ઢાઢર નદી પરનો જર્જરીત બ્રિજ આખરે ભારે વાહનો માટે બંધ કરાયો

આ બ્રિજ અંગે ધારાસભ્ય ડી કે સ્વામી અને સાંસદ મનસુખભાઈ વસાવાએ ચિંતા વ્યક્ત કરી હતી

વડોદરાના પાદરાના ગંભીરા પૂલ અકસ્માત બાદ ભરૂચમાં જર્જરિત પૂલને ભારે વાહનો માટે બંધ કરાયો છે. ભરૂચના આમોદથી જંબુસરને જોડતો ઢાઢર નદી પરનો જર્જરીત બ્રિજ આખરે ભારે વાહનો માટે બંધ કરાયો છે. કલેકટર ગૌરાંગ મકવાણાએ બ્રિજનું નિરીક્ષણ કરી નિર્ણય લીધો. બ્રિજને ભારે વાહનો માટે બંધ કરી તાત્કાલિક સમારકામ હાથ ધરાશે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે . આ બ્રિજ અંગે ધારાસભ્ય ડી કે સ્વામી અને સાંસદ મનસુખભાઈ વસાવાએ ચિંતા વ્યક્ત કરી હતી.

(7:47 PM IST)