<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th July 2025

ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ અમદાવાદ જિલ્લામાં તમામ બ્રિજના ઈન્સ્પેક્શનના આદેશ

R & B હસ્તકના 18, પંચાયત વિભાગ હસ્તકના 11 બ્રિજનું ઈન્સ્પેક્શન થશે: નેશનલ હાઇવે હસ્તકના 5 બ્રિજના પણ ઇન્સ્પેક્શનના આદેશ અપાયા

અમદાવાદ : ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ અમદાવાદના તમામ બ્રિજનું ઈન્સ્પેક્શન થશે. અમદાવાદ જિલ્લામાં તમામ બ્રિજના ઈન્સ્પેક્શનના આદેશ અપાયા છે.. અમદાવાદ કલેક્ટર દ્વારા તપાસના આદેશ અપાયા છે . R & B હસ્તકના 18, પંચાયત વિભાગ હસ્તકના 11 બ્રિજનું ઈન્સ્પેક્શન થશે. નેશનલ હાઇવે હસ્તકના 5 બ્રિજના પણ ઇન્સ્પેક્શનના આદેશ અપાયા છે. તાલુકા મુજબની ટીમ બનાવીને ઇન્સ્પેક્શન કામગીરી શરૂ થશે. નવો બ્રિજ બન્યા બાદ જૂના બ્રિજનો ઉપયોગ ન થાય તેની તકેદારી અંગે પણ સૂચના અપાઈ છે .

 

(7:54 PM IST)