<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th July 2025

અસારવા વિધાનસભાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાને સ્થાનિકોએ ઘેર્યા

ગટરના પાણીથી પ્રજા પરેશાનઃસ્થાનિકો દ્વારા કરવામાં આવેલી ફરિયાદો બાદ ત્વરિત નિરાકરણ માટે પ્રયાસ પણ કર્યો હતો

અમદાવાદ,તા.૧૧

હવે સ્થાનિક લોકો પોતાના પ્રશ્નોના નિરાકરણ અંગે ધારાસભ્ય સામે ગુસ્સો ઠાલવી રહ્યા છે. આવું જ આજે અસારવા વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા સાથે થયું છે. વાત જાણે એમ છે કે અસારવા બેઠકના ધારાસભ્ય આજે એમના નિયત રાઉન્ડ મુજબ તેમના વિસ્તારના લોકો તેમજ શાળાના બાળકો માટે ચોપડા વિતરણ માટે નીકળ્યા હતા. ત્યારે સ્થાનિક લોકોએ અમદાવાદના અસારવાના ધારાસભ્યને સ્થાનિકોએ ઘેરી વળ્યા હતા. વિકાસકાર્યોને લઇ ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાને ઘેરી વળ્યા અને રોષ પણ દાખવ્યો હતો. જેમાં સિવિલ હોસ્પિટલની આસપાસના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ તમામ રોષ જહાંગીરપુરામાં ધારાસભ્યએ લોકોના રોષનો સામનો કરવાની નોબત આવી હતી.અસારવા વિસ્તારમાં વિકાસના કાર્યો ન થતા લોકો રોષે ભરાયા છે. જેમાં પાણીની લાઇન અને ગટરની સમસ્યાને લઇ લોકોમાં ભારે રોષ ધારાસભ્ય સમક્ષ વ્યક્ત કર્યો હતો. જો કે સમગ્ર મામલે અસારવા વિધાનસભા બેઠકના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા સ્થાનિકોના વિરોધ બાદ જાગ્યા અને સમગ્ર ઘટના અંગે વાત કરતા જણાવ્યું હતું કે, આજે જહાંગીરપુરામાં કોર્પોરેશન શાળામાં ચોપડા વિતરણ કાર્યક્રમ હતો. ત્યારે ચાલીની બહેનો મળી હતી. તેમની સાથે ચાલીમાં ગઈ તેમણે સ્થાનિક ગટરના પાણીની સમસ્યા અંગે વાત કરી હતી. તેમના જણાવ્યા મુજબ વાસ્તવમાં પરિસ્થિતિની જાણકારી મેળવી હતી. તેમાં કોર્પોરેશન અધિકારીઓ સમગ્ર મામલે જાણકારી આપી હતી. જે સ્થળે ગયા ત્યાં અહીં ડ્રેનેજના મોટા ૨ કામ ચાલી રહ્યા છે. હાલ વરસાદ હોવાના કારણે ડ્રેનેજનું નાળું બંધ કરવામાં આવ્યું હતું. મને રજૂઆત કરી એટલે તરત જ અધિકારીને સ્થળ પર બોલાવ્યા હતા, અને અધિકારીઓને સૂચના આપી છે કે ત્વરિત કામગીરી કરવામાં આવે.

આ ઉપરાંત દર્શનાબેન સામે ફોટો પડાવવા માટેનો આક્ષેપ લાગ્યો હતો. જે અંગે ખુલાસો કરતા કહ્યું કે, મારા વિધાનસભામાં રોજ કામ કરું છું. હું ફોટા માટેની રાજનીતિ કરતી જ નથી. પરંતુ પક્ષની કામગીરી અંગે સજાગ હોઉં છું. પરંતુ પ્રજાના સેવક તરીકે કામ કરીએ અને કામ માટેના સ્થાનિક લોકો રોષ હોય તેમના પ્રશ્નોનું નિરાકરણ આવે ત્યારે આ જ મતદારોનો પ્રેમ મળતો હોય છે.

(9:57 PM IST)