News of Friday, 11th July 2025
વડોદરા કોર્પોરેશનની મુખ્ય કચેરી સંકુલમાંથી દારૃની ખાલી બોટલો મળી
જે ખંડેરાવ માર્કેટમાં દારૃની મહેફિલો જામતી હોવાનો પુરાવો હોવાનું નકારી શકાતું નથી

વડોદરા,તા.૧૧
ગુજરાતમાં જ્યારે દારૃબંધી છે ત્યારે પાલિકાના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ, મેયર મ્યુ. કમીશનરની ઓફિસો નીચેના માર્કેટ સંકુલમાંથી દારૃની ખાલી બોટલો મળી આવી છે. જે ખંડેરાવ માર્કેટમાં દારૃની મહેફિલો જામતી હોવાનો પુરાવો હોવાનું નકારી શકાતું નથી. ઉલ્લેખનીય છે કે ખંડેરાવ માર્કેટ સ્થિત પાલિકાની કચેરીમાં શહેરના પ્રથમ નાગરિક મેયર, સ્થાયી અધ્યક્ષ, મ્યુ. કમિશનર સહિતના અનેક ઉચ્ચ પદાધિકારીઓ-અધિકારીઓ પોતપોતાની ફરજ અંગે દિવસ દરમિયાન બિરાજિત થતા હોય છે. જ્યારે બીજી બાજુ ખંડેરાવ માર્કેટ સંકુલમાં બનાવવામાં આવેલ બગીચામાંથી દારૃની અસંખ્ય ખાલી બોટલો મળી આવી છે. આમ પાલિકા સંકુલમાં શરાબની મહેફીલો જામતી હોવાની શક્યતા નકારી શકાતી નથી. જો આ બાબતે ખાનગી રહે તપાસ કરવામાં આવે શક્યતા નકારી શકાતી નથી. જો હકીકતમાં આવી કોઈ દારૃની મહેફિલ જામતી હોય તો એ અંગે જવાબદાર કોણ એ પણ એક સવાલ છે?
(10:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
