<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th July 2025

વાંસદાના કપડવંજ ગામમાં મકાનમાં ઘૂસેલા દીપડાને 5 કલાકની મહેનત બાદ વનવિભાગે કાબૂમાં લઇ લીધો

વનવિભાગે મકાનની આસપાસ ઘેરો ઘાલ્યો:દીપડાને પકડવા માટે ડાર્ટ ગનનો ઉપયોગ: 5 કલાકની સખત મહેનત બાદ વનવિભાગની ટીમે દીપડાને બેહોશ કરીને કાબૂમાં લીધો

વાંસદાઃ કપડવંજ ગામમાં કાચા મકાનમાં ઘૂસેલા દીપડાને 5 કલાકની મહેનત બાદ વનવિભાગે કાબૂમાં કરતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.

બપોરે 1:30 મિનિટે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના બોર્ડર વિલેજ ગણાતા કપડવંજ ગામમાં આવેલા નીચલા ફળિયામાં દીપડો ઢોરનો શિકાર કરવાના ઇરાદે કોઢારામાં પ્રવેશ્યો હતો. જેમાં તેનો સામનો ઘરમાં રહેતા ચાર મહિલા પુરુષ સાથે થયો હતો. જેમાં તેણે ચારને ઇજાગ્રસ્ત કરી ગીરીશભાઈ મહાકાળના ઘરમાં ભરાયો હતો. તાત્કાલિક ગ્રામજનો ભેગા થઈ વનવિભાગને જાણ કરી હતી. દીપડો અન્ય લોકોને ઈજાગ્રસ્ત ન કરે તે માટે ઘરને ચારે બાજુથી બંધ કરી દીધું હતું,સાથે જ વનવિભાગ દ્વારા તેને કાબુમાં કરવાના પ્રયત્નો હાથધર્યા હતા.

વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વનવિભાગે મકાનની આસપાસ ઘેરો ઘાલ્યો હતો. ટીમે દીપડાને પકડવા માટે ડાર્ટ ગનનો ઉપયોગ કર્યો હતો. લગભગ 5 કલાકની સખત મહેનત બાદ વનવિભાગની ટીમે દીપડાને બેહોશ કરીને કાબૂમાં લીધો હતો.

(10:59 PM IST)