<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th July 2025

અમદાવાદના અંગત અદાવતમાં યુવકનું અપહરણ કરીને માર મારીને હત્યા : ચાર આરોપીની ધરપકડ

પકડાયેલ આરોપી પાર્થ બારોટનો ભાઈ અગાઉ ચાંદખેડામાં પાર્સલ બ્લાસ્ટમાં પકડાઈ ચૂક્યો છે. અને પાસા પણ ભોગવી ચૂક્યો છે.

અમદાવાદના અંગત અદાવતમાં યુવકનું અપહરણ કરીને હત્યા નીપજાવવાના ગુનામાં પોલીસએ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ યુવકનું અપહરણ કર્યા બાદ તેને માર માર્યો હતો અને ઇજાગ્રસ્ત હાલતમાં તરછોડી ફરાર થઇ ગયા હતાં. જો કે સારવાર દરમિયાન યુવકનું મોત થતાં પોલીસએ હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

 

અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં નજીવી બાબતમાં યુવકની હત્યા કરવામાં આવી છે. ચાંદખેડાના હુડકો વાસમાં રહેતો અજય ઠાકોર નામના યુવકને તેના ઘરની નજીકમાં રહેતા બળદેવ ઠાકોર અને તેના પરિવારજનો સાથે એક્ટિવા ચલાવવા બાબતે ઝઘડો થયો હતો. જેની અદાવત રાખીને બળદેવ ઠાકોર, નિકુલ ઠાકોર અને પાર્થ બારોટ નામના યુવકએ અજય નો પીછો કરી શિવશક્તિ બસ સ્ટેન્ડ પાસે થી અર્ટિગા કાર માં તેનું અપહરણ કર્યું હતું. અને બાદ માં ઝુંડાલ તેમજ રાવજીપુરા માં લઈ જઈ ને માર માર્યો હતો. બાદ માં તેના ઘર ની પાછળ આવેલ તલાવડી માં ઇજાગ્રસ્ત હાલતમાં મૂકી ફરાર થઈ ગયા હતા. જો કે તેના પરિવારજનો ને જાણ થયા તેને તાત્કાલિક સારવાર માટે નજીક ની હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો હતો. જે બાબતની જાણ પોલીસ ને થતા પોલીસ એ હત્યાના પ્રયાસ અને અપહરણ નો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી. 

હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોડી રાત્રે અજય નું મૃત્યુ થતાં પોલીસે હત્યાની કલમ નો ઉમેરો કરી ચાર આરોપીઓને ઝડપી લીધા હતા. આરોપી અને મૃતક વચ્ચે અગાઉ પણ અનેક વખત બોલાચાલી ઝઘડા થયા હોવાનું પોલીસ તપાસ માં સામે આવ્યું છે..પકડાયેલ આરોપી પાર્થ બારોટ નો ભાઈ અગાઉ ચાંદખેડા માં પાર્સલ બ્લાસ્ટ માં પકડાઈ ચૂક્યો છે. અને પાસા પણ ભોગવી ચૂક્યો છે. હાલમાં પોલીસે પકડાયેલ આરોપીઓની પૂછપરછ શરૂ કરી હત્યા કરવા પાછળનું કારણ આ જ છે કે અન્ય કોઈ કારણોસર હત્યા કરવામાં આવી છે તે અંગે વધુ તપાસ શરું કરવામાં આવી છે.

(12:06 AM IST)